For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 કારણો : શા માટે ડિસેમ્બર 2014માં ડોલર મોંઘો બન્યો?

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોમાં રૂપિયાની ચાલ ડગમગી ગઇ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી 61ના સ્તરે સ્થિર રહેલો રૂપિયો છેલ્લા કેટલાક દિવસોમાં ડોલર સામે રૂપિયા 63ના સ્તરે પહોંચી ગયો છે. તાજેતરમાં રૂપિયો 63.71ની સપાટીએ પહોંચ્યો છે અને આગામી દિવસોમાં 64ના સ્તરે પહોંચવાની શક્યતા દેખાઇ રહી છે.

છેલ્લા 13 મહિનામાં રૂપિયાના વલણમાં જોવા મળેલી નરમાઇ અને ડોલરમાં જોવા મળેલી મજબૂતીના મુખ્ય 4 કારણો કયા છે તે જાણીએ...

રશિયન રૂબલમાં ગાબડું

રશિયન રૂબલમાં ગાબડું


રશિયામાં જ્યારથી કેટલીક જોગવાઇઓ અમલી બનાવવામાં આવી છે ત્યારથી રશિયન રૂબલનું મૂલ્ય તૂટી રહ્યું છે. ભારતને આમ તો તેની સાથે ખાસ કશી લેવા દેવા નથી. પરંતું જ્યારે કોઇપણ ઇમર્જિંગ માર્કેટની કરન્સી ડોલર સામે તૂટે છે ત્યારે ભારતીય માર્કેટમાં પણ તેની અસર જોવા મળે છે.
રશિયાના સત્તાવાળાઓએ રશિયામાં રૂબલને કકડભૂસ થતો બચાવવા તત્કાળ અસરથી વ્યાજદરોમાં ભારે વધારો કર્યો છે. આ કામચલાઉ પગલાંને કારણે રૂબલની સાથે ભારતને પણ થોડી રાહત મળી છે.

ભારતમાં નબળો ટ્રેડ ડેટા

ભારતમાં નબળો ટ્રેડ ડેટા


ભારતમાં મશિનરી અને ટ્રાન્સપોર્ટના સાધનોની માંગ વધતા નવેમ્બરમાં ભારતની વેપાર ખાધ 18 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ હતી. સોનાની આયાતમાં પણ 34 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કરન્સી માર્કેટ માટે આ સારા સમાચાર નથી હોતા. જેના કારણે ભારતનો રૂપિયો તૂટ્યો છે.

FFIsમાં ડોલરની ડિમાન્ડ

FFIsમાં ડોલરની ડિમાન્ડ


ફોરેનઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં ડોલરની ડિમાન્ડ સારી રહી છે. કારણ કે તેમણે ભારતના ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં વેચવાલી ચાલુ રાખી છે. કેશ માર્કેટમાં પણ એફઆઇઆઇએ છેલ્લા કેટલાક સપ્તાહોમાં રૂપિયા 4000 કરોડનું વેચાણ કર્યું છે.જો ભારતીય માર્કેટમાં એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી તો રૂપિયા પર દબાણ વધશે.

રિઝર્વ બેંકની દરમિયાનગિરી નહીં

રિઝર્વ બેંકની દરમિયાનગિરી નહીં


સામાન્ય રીતે રૂપિયાના મૂલ્યમાં જ્યારે પણ ભારે ઘટાડો નોંધાય છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરમિયાનગિરી કરતી હોય છે. આ દરમિયાનગિરી ડોલરના વેચાણરૂપે હોય છે. જો કે આ વખતે આરબીઆઇ તરફથી કોઇ દરમિયાનગિરી નહીં હોવાનું ડીલર્સ જણાવી રહ્યા છે.

English summary
December 2014: 4 reasons why Dollar is getting expensive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X