For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 2014માં સુપર રિટર્ન્સ આપનારા 5 ELSS

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટોક માર્કેટે વર્ષ 2014માં તેજી અને વધુ તેજી જોઇ છે. આ વર્ષે શેરબજારના સૂચકાંતો સેન્સેક્સ અને નિફ્ટીએ 30 ટકા જેટલું વળતર આપ્યું છે. આવી તેજીમાં કેટલાક ખાસ મ્યુચ્યુઅલ ફંડોએ 80 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું છે.

અહીં અમે આવા જ બેસ્ટ 5 ઇએલએસએસ અંગે વાત કરીશું જેમણે વર્ષ 2014માં સુપર રિટર્ન્સ આપ્યા છે...

રિલાયન્સ ટેક્સ સેવર

રિલાયન્સ ટેક્સ સેવર


રિલાયન્સ ટેક્સ સેવરે છેલ્લા એક વર્ષમાં 77 ટકાનું રિટર્ન આપ્યું છે. આ રિટર્ન બેંચમાર્ક દ્વારા આપવામાં આવતા રિટર્નને પણ પાછળ છોડી દે છે. તેની પાસે ટીવીએસ મોટર્સ એસબીઆઇ, ટાટા સ્ટીલ જેવી કંપનીઓના શેર્સ છે.

 IDBI ઇક્વિટી એડવાન્ટેજ

IDBI ઇક્વિટી એડવાન્ટેજ


આ વર્ષ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં IDBIએ અંદાજે 68 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે 20 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં આઇશર મોટર્સ, ટીવીએસ મોટર્સ, વેબકો વગેરે જેવા શેર્સ છે.

એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ

એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ


છેલ્લા એક વર્ષમાં એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ દ્વારા 64 ટકી જેટલું રિટર્ન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં માર્કેટની તેજીમાં તે વધારે રિટર્ન આપે તેવી શક્યતા છે. તેના પોર્ટફોલિયોમાં એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, લાર્સન એન્ડ ટોબ્રો અને તાતા કન્સલ્ટન્સી વગેરે જેવા સ્ટોક્સ છે.

એસ્કોર્ટ્સ ટેક્સ

એસ્કોર્ટ્સ ટેક્સ


એસ્કોર્ટ ટેક્સે છેલ્લા એક વર્ષમાં 56 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં રેનબક્સી, આઇડીએફસી, શ્રીરામ ટ્રાન્સપોર્ટ જેવા સ્ટોક્સ છે.

કોટક ટેક્સ સેવર

કોટક ટેક્સ સેવર


કોટક ટેક્સ સેવર દ્વારા 57 ટકાનું વળતર આપવામાં આવ્યું છે. તેના પોર્ટફોલિયોમાં બ્લુચિપ શેર્સ જેવા કે આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસિસ અને એચડીએફસી બેંક જેવા શેર્સ છે.

English summary
5 Best ELSS Performers of 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X