For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC દ્વારા વીમા પોલિસી માટે અમલી થનારા 5 મુખ્ય ફેરફારો

|
Google Oneindia Gujarati News

ઇરડાએ 1 ઓકટોબરથી એલઆઇસીની નવી પોલિસીઓ પર સર્વિસ ટેકસ ગ્રાહક પાસેથી વસુલવાની મુદતમાં વધારો કરી આપ્યો છે. હવે નવા નિયમો મુજબનો અમલ જાન્‍યુઆરી 2014થી વિમા પોલીસી પર ગ્રાહકોએ અલગ ટેકસ ભરવાનો રહેશે. એજન્‍ટો અને ડેવલોપમેન્‍ટ ઓફિસરોએ ઇરડાના આ નિર્ણયને વધાવ્‍યો છે.

ઇરડાએ અગાઉ એલઆઇસીને આદેશ આપ્‍યો હતો કે ગ્રાહકો પાસેથી 3.09 ટકા સર્વિસ ટેકસ અલગથી વસુલ કરવો અને સરકારમાં જમા કરાવવો અત્‍યાર સુધી એલઆઇસી પોતે ગ્રાહકો વતી સર્વિસ ટેકસ ભરતી હતી. એલઆઇસીની રજુઆતને પગલે ઇરડાએ તારીખ લંબાવીને 1 જાન્‍યુઆરી 2014 કરી છે. હવે જાન્‍યુઆરીથી જીવન વિમાના ગ્રાહકોએ વિમાની પોલીસી પર અલગ ટેકસ ભરવાનો રહેશે. આ ઉપરાંત 1 જાન્‍યુઆરી 2014થી કુલ પાંચ મુખ્‍ય ફેરફારો થઇ રહ્યા છે. એલઆઇસી તેની વીમા પોલિસીઓમાં જે મુખ્ય ફેરફાર કરવાની છે તે આ મુજબ છે...

સર્વિસ ટેક્ષ

સર્વિસ ટેક્ષ


ગ્રાહકોએ 3.09 ટકા સર્વિસ ટેક્ષ ભરવો પડશે. જો એલઆઇસીનું વાર્ષિક પ્રિમિયમ રૂપિયા 50,000 હશે તો તેના પર 3.09 ટકા લેખે પ્રથમ વર્ષે સર્વિસ ટેક્ષ લદાશે એટલે કે પ્રિમિયમની કુલ રકમ રૂપિયા 51,500 થશે.

સરન્‍ડર વેલ્‍યુ વધશે

સરન્‍ડર વેલ્‍યુ વધશે


1 જાન્‍યુઆરીથી પોલિસી હોલ્‍ડરો માટે સરન્‍ડર વેલ્‍યુમાં વધારો થશે. સરન્‍ડર વેલ્‍યુનો નિયમ પોલીસીના પ્રિમિયમ ચુકવણાની મુદ્દત ઉપર આધારિત રહેશે. જો પ્રિમિયમ ચુકવવાની ટર્મ 10 વર્ષ કરતા ઓછી હોય તો બે વર્ષ બાદ પોલીસીને સરન્‍ડર વેલ્‍યુ મળશે. અગાઉ આ ત્રણ વર્ષનો ગાળો હતો પરંતુ જો પ્રિમિયમ ચુકવવાની મુદત 10 વર્ષ કરતા વધુ વર્ષની હોય તો સરન્‍ડર વેલ્‍યુ 3 વર્ષનું પ્રિમિયમ ભર્યા બાદ જ મેળવી શકાશે. બંને કેસમાં મિનિમમ સરન્‍ડર વેલ્‍યુ પ્રિમિયમ ચુકવણીના 30 ટકા રહેશે. બીજો એક સારો ફેરફાર એ છે કે 4થી 7 વર્ષ સુધી મિનિમમ સરન્‍ડર વેલ્‍યુ પ્રિમિયમ ચુકવવાના 50 ટકા રહેશે અને છેલ્લા બે વર્ષની મુદત વખતે તે 90 ટકા સુધી મળી શકશે.

પ્રિમિયમ ઘટશે

પ્રિમિયમ ઘટશે


એલઆઇસી પોલીસીના પ્રિમિયમમાં ઘટાડો થવાની સંભવના છે. એલઆઇસીની કેટલીક પોલિસીઓનું પ્રિમિયમ ઘટશે કારણ કે મોર્ટાલીટી રેટસ એલઆઇસી દ્વારા પ્રિમિયમ ગણતરી વખતે રિવાઇઝડ કરવામાં આવશે. મોર્ટાલીટી રેટસ એવો રેટ છે જે તમારી ઉંમરના આધારે ફી ડીડકટ કરવા અંગે લેવામાં આવે છે. અત્‍યાર સુધી એલઆઇસી જુનો મોર્ટાલીટી રેટ ઉપયોગમાં લેતી હતી પરંતુ હવે તે નવો રેટ લેશે.

ઉંચો ડેથ બેનીફિટ

ઉંચો ડેથ બેનીફિટ


1 જાન્‍યુઆરી 2014થી એલઆઇસી ઉંચો ડેથ બેનીફિટ આપશે.

એજન્ટોનું કમિશન

એજન્ટોનું કમિશન


એજન્‍ટ ઇન્‍સેન્‍ટીવ પ્રિમિયમ પેઇંગ ટર્મ સાથે લિન્‍ક થશે. એટલે કે હવે એજન્‍ટોનું કમિશન પ્રિમિયમ ચુકવણાનું મુદત સાથે લિન્‍ક થશે.

English summary
5 main changes in new norms implemented by LIC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X