For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ પુરું થતા પહેલા આ 5 નાણાકીય બાબતો સેટલ કરો

|
Google Oneindia Gujarati News

આપ ક્રિસમસ અને મીનિવેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો તે દરમિયાન આપે એક અન્ય બાબતનું પ્લાનિંગ પણ કરી લેવું જોઇએ. આ બાબત છે આપનું ફાઇનાન્શિયલ સેટલમેન્ટ. જી હા, વ્યક્તિએ અત્યારના સમયે તેમનું ફાઇનાન્સ જોવું જોઇએ અને તેમાં જરૂરી ફેરફારો કરવા જોઇએ. એટલું જ નહીં નવા વર્ષમાં નવા નાણાકીય વચનોની પૂર્તિ માટે પણ તૈયાર રહેવું જોઇએ.

ફાઇનાન્શિયલ માર્કેટ માટે આ વર્ષ સારું રહ્યું છે. રોકાણકારોએ જે સ્ટોક્સમાં રોકાણ કર્યું હતું તેમાંથી મોટા ભાગના સ્ટોક્સમાં તેમણે લાભ મેળવ્યો છે.આમ છતાં રોકાણકારોએ સાવચેતીના પગલાંરૂપે આવનારા સમયમાં જે બદલાવ આવવાનો છે તેનું ધ્યાન રાખવું જોઇએ.

પોર્ટફોલિયો રિબેલેન્સ કરો

પોર્ટફોલિયો રિબેલેન્સ કરો


આપનો પોર્ટફોલિયો ચકાસો અને જો જરૂર પડે તો તેને રિબેલેન્સ કે રિ શેડ્યુલ કરો. હવે આપના ફાઇનાન્શિયલ ગોલ્સ પણ નક્કી કરો. તે અનુસાર આપનો પોર્ટફોલિયો તૈયાર કરો.

વેચાણ કરવાનું શીખો

વેચાણ કરવાનું શીખો


અનેક રોકાણકારો ખરીદીને મૂકી રાખે છે. આપનો પોર્ટફોલિયો ચકાસો અને સારું પરફોર્મન્સ ના હોય તેવા શેર્સ વેચી કાઢવા જોઇએ. આ માટે આપે પ્રોફિટ ટાર્ગેટ નક્કી કરવો જોઇએ અને ત્યાર બાદ વેચામ કરવું જોઇએ.

આપની ફી ચકાસો

આપની ફી ચકાસો


આપે કેટલાક રોકાણો માટે ફી ચૂકવવી પડે છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફી, એકાઉન્ટ મેઇન્ટેનન્સ ફી, કમિશન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ માટે આપે ઓછા ચાર્જ લેતા હોય તેવી સેવાઓની પસંદગી કરવી જોઇએ.

રિટાયર્નમેન્ટ સેવિંગ્સ

રિટાયર્નમેન્ટ સેવિંગ્સ


જો આપ રિટાયર્નમેન્ટ માટે બચત કરવા માંગતા હોવ તો આપે અત્યારે જ તે માટેનું પ્લાનિંગ શરૂ કરવું જોઇએ. આ માટે આપે જરૂર પડે તો લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ.

ખોટા નિર્ણયો લેવાથી બચો

ખોટા નિર્ણયો લેવાથી બચો


જાહેરાતના આધારે નિર્ણય લેવાનું ટાળો. કારણ કે જાહેરાતોમાં ઘણીવાર નકલી એકાઉન્ટ દર્શાવાતા હોય છે, જેમાં રોકાણ કરીને પાછળથી રડવાનો વારો આવે છે. આથી રોકાણનો નિર્ણય સાવચેતીપૂર્વક લેવાનું રાખો.

English summary
5 Things to do With Your Finance Before the Year Ends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X