For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં 500 કરતાં વધુ પતંજલિ પરિધાન શોરૂમ ખોલશે: રામદેવ

પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે.

|
Google Oneindia Gujarati News

પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે. જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવએ આ માહિતી આપી છે.

એ વાતથી અવગત કરાવી દઈએ કે પતંજલિ પરિધાનએ રાજસ્થાનના ચિત્રકૂટ વિસ્તારમાં તેના પ્રથમ કપડાના શોરૂમનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે, બાબા રામદેવે જણાવ્યું હતું કે શૉરૂમમાં પુરુષો માટે સંસ્કાર, મહિલાઓ માટે આસ્થા અને સ્પોર્ટ્સ વિયરમાટે લિવ ફિટના નામથી 5000 થી વધુ વિવિધ પ્રકારના કપડાં મળી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે તેમની ટીમ ટૂંક સમયમાં આ રેન્જમાં વધારો કરશે.

આ પણ વાંચો: બાબા રામદેવનો નરેન્દ્ર મોદી અંગે યુ-ટર્ન, મોટી વાત કહી

પતંજલિ પરિધાનના 20 સ્ટોર્સ છે

પતંજલિ પરિધાનના 20 સ્ટોર્સ છે

જણાવી દઈએ કે હમણાં તેઓએ કહ્યું છે કે કંપનીએ દેશમાં 20 પરિધાન સ્ટોર્સ શરૂ કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં, સ્વામી રામદેવે કહ્યું હતું કે સ્વદેશી સાથે જ પતંજલિના પરિધાનોમાં ગુણવત્તા સાથે બિલકુલ પણ સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. આ માટે, 100 થી વધુ નિષ્ણાતોની ટીમ ગુણવત્તા નિયંત્રણ કાર્ય પર ધ્યાન આપી રહી છે.

સ્ટોર ખોલવા માટે આ જરૂરી છે

સ્ટોર ખોલવા માટે આ જરૂરી છે

જો તમે પતંજલિ ગારમેન્ટ સ્ટોર ખોલીને પૈસા કમાવવા માંગો છો, તો તમે આવા પતંજલિ ગાર્મેન્ટ્સ સ્ટોર ખોલી શકો છો. પતંજલિ તરફથી સ્ટોર ખોલવા માટેની અરજીઓ માંગવામાં આવી છે. તદનુસાર રસ ધરાવતી વ્યક્તિઓ પાસે સ્ટોર ખોલવા 2000 ચોરસફૂટ વ્યાપારી મિલકત હોવી જોઈએ. આ મિલકત અવર જવર વારા સ્થળ પર હોવી જોઈએ. જેમની પાસે તેમની મિલકત છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. તમે લીઝની પ્રોપર્ટી પર પણ સ્ટોર પણ ખોલી શકો છો. તમને જણાવી દઈએ કે બાબા રામદેવે આસ્થા, સંસ્કાર અને લિવફીટ બ્રાન્ડથી વસ્ત્રો તૈયાર કર્યા છે. આસ્થા હેઠળ મહિલાઓના કપડાં, સંસ્કારમાં પુરુષ અને લીવફીટમાં સ્પોર્ટ્સ અને યોગા વિયર સામેલ છે.

આ રીતે સંપર્ક કરી શકો છો

આ રીતે સંપર્ક કરી શકો છો

જણાવી દઈએ કે પતંજલિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લોકો જે પરિધાન સ્ટોર ખોલવા માંગે છે તેઓ તેમની સાથે સંપર્ક કરી શકે છે. જે લોકો સ્ટોર ખોલવા માંગે છે તેઓ ઈ-મેલ અને ફોન બંનેનો સંપર્ક કરી શકે છે. સ્ટોર વિશેની માહિતી ઈમેલ આઈડી [email protected] પર મેલ મોકલીને મેળવી શકાય છે. આ સિવાય, તમે પતંજલિ ફોન નંબરોનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.

English summary
500 Patanjali Garment Showrooms Will Open This Year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X