For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો

|
Google Oneindia Gujarati News

ટેકનોલોજીના યુગમાં આપણે આપણા બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર ખૂબ ઓછું ધ્યાન આપીએ છીએ, અથવા તેને નજર અંદાજ કરીએ છીએ. કારણ કે આપણે ટેકનોલોજી પર વધારે વિશ્વાસ કરતા થઇ ગયા છીએ.

સામાન્ય રીતે આજના સમયમાં રૂપિયાને સુરક્ષિત રાખવા માટે મોટા ભાગે બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટેકનોલોજીની મદદથી આજે નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને એટીએમ જેવી સુવિધાઓનો ઉપયોગ વધ્યો છે. આમ છતાં, કેટલીકવાર આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ કે જેના કારણે પસ્તાવાનો વારો આવે છે.

અહીં અમે એવી 6 બેંકિંગ ભૂલ વિશે આપને જણાવી રહ્યા છીએ, જે ભૂલેચૂકે પણ ના થવી જોઇએ...

1. વિડ્રોઅલ બાદ એટીએમ સ્લિપ ચેક કરો

1. વિડ્રોઅલ બાદ એટીએમ સ્લિપ ચેક કરો


એવું અનેકવાર બને છે કે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ આપ એટીએમ વિડ્રોઅલ મની સ્લિપ ચેક કર્યા વિના જ તેને કચરાના ડબ્બામાં નાખી દેતા હોવ છે. આવા જ કોઇ ટ્રાન્ઝેક્શનમાં થયેલી ભૂલ મહિનાના અંતે બેંકિંગ સ્ટેટમેન્ટ ચેક કરતા સમયે ધ્યાનમાં આવે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે. ઘણીવાર એટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ બેલેન્સ ખાલી થઇ જતું હોય છે. આવા કિસ્સામાં બેંકનો સંપર્ક કરવો જોઇએ.

2. બેંકિંગ ચાર્જીસ અને ફીનું ધ્યાન રાખો

2. બેંકિંગ ચાર્જીસ અને ફીનું ધ્યાન રાખો


બેંક આપની પાસે જે ચાર્જ અને ફી વસૂલ કરે છે તેના પર ધ્યાન આપો. ઘણીવાર બેંક આપને જે સેવાની જરૂર ના હોય કે ઉપયોગ કર્યો ના હોય તેના માટે પણ ચાર્જ વસૂલ કરતી હોય છે. આવા સમયે બેંકનો સંપર્ક કરીને વધારાના ચાર્જીસ લેવાનું બંધ કરાવવું જોઇએ.

3. ઇન્ટરનેટ બેંકિંગ

3. ઇન્ટરનેટ બેંકિંગ


જો આપ ઓનલાઇન બેંકિંગ યુઝર હોવ તો ત્યારે આપે આપનો લોગિન ડેટ અને ટાઇમ દર વખતે નોંધવો જોઇએ. જો કોઇ શંકા જાય તો આપે કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઇએ.

4. ફિઝિકલી બિલ પેમેન્ટ

4. ફિઝિકલી બિલ પેમેન્ટ


મોટા ભાગની બેંકો ઓનલાઇન બિલ પેમેન્ટની સુવિધા આપતી હોય છે. આ માટે આપે બેંકમાં એકવાર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે. જેના કારણે આપનો સમય બચશે. જો કે આપે આપના તમામ પેમેન્ટ પર દર મહિને નજર નાખવી જરૂરી છે. ઇન્શ્યોરન્સ પેમેન્ટ માટે વ્યક્તિ ઓટો પેમેન્ટ પણ કરી શકે છે.

5. મલ્ટીપલ એકાઉન્ટ માટે એક પાસવર્ડ ના રાખો

5. મલ્ટીપલ એકાઉન્ટ માટે એક પાસવર્ડ ના રાખો


જો આપ અનેક એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ રાખતા હશો તો શક્ય છે કે આપનું એકાઉન્ટ હેક થવાની શક્યતા વધારે છે. જુદા જુદા એકાઉન્ટ માટે જુદા જુદા પાસવર્ડ રાખો. આ પાસવર્ડ સ્ટ્રોંગ હોવા જરૂરી છે.

6. પાસબુક અને ચેકબુકની અવગણના ના કરો

6. પાસબુક અને ચેકબુકની અવગણના ના કરો


આપ ભલે ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરતા હોવ, પણ આપના ચેકબુક અને પાસબુક સંભાળીને મૂકવા જોઇએ કારણ કે તેના આધારે મહત્વની માહિતી મેળવી શકાય છે.

English summary
6 Banking Mistakes to Avoid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X