For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુડ્સ સર્વિસીસ ટેક્સ વિશે જાણવા જેવી 6 બાબતો

|
Google Oneindia Gujarati News

ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ અનેક અપ્રત્યક્ષ કરના બદલામાં આ વર્ષથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST - જીએસટી)ને અમલી બનાવવાની જાહેરાત કરી છે. જેટલીના જણાવ્યા અનુસાર જીએસટી એ સુવ્યવસ્થિત કર વહીવટ માળખું છે. તેના અમલીકરણથી બિઝનેસમાં મુશ્કેલીઓ ઘટશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારનું ટેક્સ કલેક્શન વધશે.

અહીં GST વિશે જાણવા જેવી 6 બાબતોની વિગતો આપવામાં આવી છે. વિગતો જાણવા માટે આગળ ક્લિક કરો...

GST શું છે?

GST શું છે?


GST સમગ્ર ભારતમાં ગુડ્સ અને સર્વિસીસ પર લાગતા કરનું એક જ અને સમાન કર માળખું છે. દેશમાં અપ્રત્યક્ષ કર માટેનો આ મહત્વકાંક્ષી સુધારો છે. જેના કારણે રાજ્યો અને કેન્દ્ર દ્વારા લાગતા બેવડા કરભારણમાંથી મુક્તિ મળશે. સમગ્ર દેશમાં ગુડ્સ અને સર્વિસીસ પર એક જ કળ માળખુ અમલમાં મુકાશે.

GSTથી એક સમાન કળ માળખું કેવી રીતે લાગુ થશે?

GSTથી એક સમાન કળ માળખું કેવી રીતે લાગુ થશે?


વર્તમાન સમયમાં અનેક પડો વાળો ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો લગાવી રહી છે. જેમાં એક્સાઇઝ ડ્યુટી, વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સીએસટી) ઓક્ટ્રોય વગેરેનો સમાવેશ થાય છે. જીએસટી લાગુ થયા આ પ્રકારના બધા જ કર તેની હેઠળ આવરી લેવામાં આવશે. સમગ્ર દેશમાં તેનું પ્રમાણ એક સમાન રહેશે.

GSTથી GDPમાં વૃદ્ધિ

GSTથી GDPમાં વૃદ્ધિ


એનસીએઇઆરનો સર્વે દર્શાવે છે કે GST અમલમાં આવ્યા બાદ જીડીપીમાં વૃદ્ધિ થશે. તેના કારણે ડાયરેક્ટ કોસ્ટ રિડક્શન થશે અને મૂડીની આવકમાં પણ કોસ્ટ રિડક્શન થશે. GSTના અમલીકરણ બાદ પ્રાથમિક તબક્કે જીડીપી 2થી 2.5 ટકા રહી શકે છે.

GST કેવી રીતે કામ કરશે?

GST કેવી રીતે કામ કરશે?


કેન્દ્ર અને રાજ્ય સરકાર એક સરખા દરે જીએસટી લાગુ કરશે. ઉદાહરણ તરીકે કોઇ પણ વસ્તુ કે સેવા પર 10 ટકા GST વસુલ કરવામાં આવશે તો તેમાંથી 5 ટકા કેન્દ્ર સરકાર અને 5 ટકા રાજ્ય સરકાર લેશે.

GSTથી નાના અને મોટા ઉદ્યોગોને લાભ

GSTથી નાના અને મોટા ઉદ્યોગોને લાભ


GSTથી નાના અને મોટા બંને પ્રકારના ઉદ્યોગોને લાભ મળશે. તેના કારણે ઇ-પેમેન્ટ મીકેનિઝ્મ પણ અમલમાં મૂકવામાં આવશે.

GSTમાં વિલંબ કેમ?

GSTમાં વિલંબ કેમ?


વિવિધ રાજ્યોને વર્તમાન કર માળખાથી હજાર કરોડો રૂપિયાની આવક થઇ રહી છે. આ કારણે તેઓ GST લાવવાની ના પાડી રહ્યા છે. આ રાજ્યોને ડર છે કે GSTના અમલીકરણ બાદ તેમની આવક ઘટી જશે.

English summary
6 things you must know about the Goods and Services Tax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X