For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાદાર થવાની તૈયારીમાં છે 60 કંપનીઓ

કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ બેંકોએ આગામી અઠવાડિયે બેંકરપ્સી પ્રોસિડિંગની શરૂઆત કરવી પડશે, કેમ કે 12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 6 મહિનાની સમય મર્યાદા સોમવારે સમાપ્ત થઈ જશે

|
Google Oneindia Gujarati News

કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ બેંકોએ આગામી અઠવાડિયે બેંકરપ્સી પ્રોસિડિંગની શરૂઆત કરવી પડશે, કેમ કે 12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 6 મહિનાની સમય મર્યાદા સોમવારે સમાપ્ત થઈ જશે. ત્યારે રિઝોલ્યૂશનમાં અસફળ રહેલી કંપનીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. અંદાજીત 60 ખાતાં પર 3.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમને અગાઉ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) જાહેર કરવામાં આવ્યાં હતાં.

Bankrupt

180 દિવસની સમય સીમા નજીક છે, પરંતુ એસબીઆઈ 11 ડિફોલ્ટર્સ કેસના સમાધાન માટે પૂરું જોર લગાવી રહી છે જેમના પર 62 હજાર કરોડ રૂપિયા જેવું દેવું છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા મુજબ 4 મામલાને નેશનલ કંપની લૉ ટ્રીબ્યૂનલ પાસે મોકલવામાં આવી છે. શેષ 7માં પ્રક્રિયા લેન્ડર્સથી અપ્રૂવલના વિવિધ ચરણોમાં છે અને આપણે તેને અલગ સપ્તાહ સુધી પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જો આ પૂરી ન થાય તો NCLTને રેફર કરવાનો વિકલ્પ જ બચશે. આ પણ વાંચો- લોનમાં નાદારી નોંધાવો ત્યારે શું કરી શકાય?

12 ફેબ્રુઆરીએ આરબીઆઈ તરફથી જાહેર કરેલા પરિપત્રથી બેંકોને બોગણી અસર પડી છે. પહેલી અસર માર્ચ 2018ના ક્વાર્ટરલની રિજલ્ટ પર જોવા મળી. આરબીઆઈના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું કે 2000 કરોડ રૂપિયાથી વધુ એનપીએ મામલે બેંક 6 મહિનાની અંદર રિઝોલ્યૂશનનો લક્ષ્ય રાખે. રેટિંગ એજન્સી ICRAના એક વિશ્લેષણ મુજબ 3.8 લાખ કરોડ રૂપિયાવાળા 70 ખાતાનું રિઝોલ્યૂશન 1 સપ્ટેમ્બર 2018 સુધી થશે.

English summary
Here you will read about 60 companies which are going to under bankruptcy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X