For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોનમાં નાદારી નોંધાવો ત્યારે શું કરી શકાય?

|
Google Oneindia Gujarati News

આપે મહત્વનાં કામ માટે લોન લીધી છે પરંતુ કોઇ ખાસ કારણે આપ નજીકના ભવિષ્યમાં તેને ભરપાઇ કરી શકો એમ નથી એવી સ્થિતિ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં હારીને કે માનસિક હતાશામાં આપઘાત કરવાની કોઇ જરૂર નથી. આવી સ્થિતિમાં આપને લોન કે ધિરાણ આપનારી વ્યક્તિ કે સંસ્થા તેના ખાસ ગ્રાહકની નાજુક સ્થિતિ સમજે છે અને થોડા સમય માટે માર્ગ કેવી રીતે કરી શકાય તેની સમજ આપે છે.

આવી સ્થિતિમાં આપે બેંકથી ભાગવાને બદલે તરત જ આપની બેંકને જાણ કરવી જોઇએ કે આપ હાલમાં લોન ચૂકવવા માટે સક્ષમ નથી. આ ઉપરાંત લોન નહીં ચૂકવી શકવાનું કારણ પણ આપે બેંકને જણાવવું જોઇએ. ત્યાર બાદ બેંક આપની આર્થિક સ્થિતિની ચકાસણી કરશે અને આર્થિક સંકટમાંથી બહાર આવવા નીચેના વિકલ્પો આપશે...

EMI કે ડેબ્ટ રિશેડ્યુલિંગ

EMI કે ડેબ્ટ રિશેડ્યુલિંગ


જ્યારે બેંક આપની નાદારી ચકાસશે ત્યારે તેને એમ લાગશે કે લોનના ઊંચા હપ્તાને કારણે આપના પર આર્થિક બોજ વધ્યો છે અને આપ ઉધારી ચૂકવવા સક્ષમ નથી તો બેંક આપને વ્યાજનો હપ્તો ઘટાડી આપશે અને લોન ભરપાઇ કરવાનો સમય વધારી આપશે. જો કે આમ કરવાથી આપે વધારે વ્યાજ ચૂકવવું પડશે. હા, આપના આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે તે શ્રેષ્ઠ માર્ગ છે.

લોન રિપેમેન્ટ પીરિયડમાં સુધારો કરવો

લોન રિપેમેન્ટ પીરિયડમાં સુધારો કરવો


હાઉસ લોન જેવા કિસ્સામાં આરબીઆઇ બેંકોને લોન રિપેમેન્ટ પીરિયડ એક વર્ષથી વધારે વર્ષ માટે વધારી આપવાની ના કહે છે. આ એક વર્ષમાં જો લોન ધારક લોનની ચૂકવણી કરવામાં અસક્ષમ હોય તો બેંક જામીનનું વેચાણ કરીને લોન ભરપાઇ કરીને ખાતું બંધ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે. મોટા ભાગે બેંકો આમ કરવાનું ટાળે છે કારણ કે તેનાથી બેંકોની નોન પરફોર્મિંગ એસેટ્સ વધે છે.

વન ટાઇમ સેટલમેન્ટ

વન ટાઇમ સેટલમેન્ટ


અસુરક્ષિત લોન એકાઉન્ટ્સ માટે અથવા તો ક્રેડિટ કાર્ડના કિસ્સામાં બેંકો બાકી રહેલી લોનની રકમ માટે વન ટાઇમ સેટલમેન્ટ વિકલ્પ આપે છે. આ માટે લોન ધારકને અંદાજિત રકમ ચૂકવીને લોનનું ખાતું બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ માટે બેંકો કેટલાક ચાર્જીસ અને લોન ફી પર રાહત આપે છે. આવી સ્થિતિમાં બેંક ભવિષ્યમાં તમને લોન આપતા વિચાર કરશે અથવા ઊંચા દરે લોન આપશે.

અસુરક્ષિત લોનને સુરક્ષિતમાં ફેરવવી

અસુરક્ષિત લોનને સુરક્ષિતમાં ફેરવવી


ધિરાણ આપનારી બેંકો આવી સ્થિતિમાં સિક્યોર લોનની સામે અનસિક્યોર લોન આપવા અંગે વધારે કડક વલણ દાખવે છે. બેંકને એમ લાગે કે આમ કરવાથી લોન કવર થઇ શકશે તો જ તે અનસિક્યોર લોન આપે છે. આમ કરવાથી વ્યાજનો દર ઘટે છે અને ઇએમઆઇ પણ ઘટે છે.

ઇન્ટરેસ્ટ હોલિડે

ઇન્ટરેસ્ટ હોલિડે


જો લોન લેનાર બેંકને અરજી કરે અને બેંકને યોગ્ય કારણ લાગે તો બેંક તે માટે મંજુરી આપે છે. આવા કિસ્સામાં અગાઉ નક્કી કરેલી શરતો, બેંક ચાર્જ ફી કે પેનલ્ટી વસૂલ કરે છે.

રિફાઇનાન્સિંગ લોન

રિફાઇનાન્સિંગ લોન


લોન ધારકને જો અન્ય બેંકોની સરખામણીમાં તેનો બેંક રેટ ઊંચો લાગે તો તે બેંકનો સંપર્ક કરી શકે છે. આમ કરીને બેંકને વ્યાજ દર ઘટાડવાનું કહી શકાય છે. આ સિવાય લોન ધારક બેંક પણ બદલી શકે છે.

English summary
Defaulted on loan or anticipating loan default: Here's what you can do?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X