ખુશખબરી: સાતમું પગાર પંચ લાગુ થતા જ થશે આ ફાયદો!

Posted By:
Subscribe to Oneindia News

જલ્દી જ કેન્દ્ર સરકાર તેના તમામ કર્મચારીઓને ફરી એક વાર સાતમાં પગાર પંચ રૂપે મોટી ભેટ આપશે. આ અંગે અરુણ જેટલી 27મી એપ્રિલે ફાઇનલ રિપોર્ટ રજૂ કરશે તેવી સંભાવનાઓ છે. હાલ નાણાંપ્રધાન અરુણ જેટલી અમેરિકાની યાત્રા પર છે. જ્યાંથી પાછા આવીને આ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે આ વખતે સરકારી બાબુઓને કેન્દ્ર સરકાર સાતમાં પગાર પંચમાં શું આપશે જાણો અહીં...

Read also: શું 499 રૂપિયામાં મેળવો રેડમી નોટ-4? પણ ઓર્ડર પહેલા વાંચો આ

સેલરીમાં વધારો

સેલરીમાં વધારો

કેન્દ્ર સરકાર સાતમાં પગાર પંચના લાગુ થયા પછી તેમના કર્મચારીઓનો પગાર વધારશે. હાલ કેબિનેટ સચિવને 90 હજાર રૂપિયાની બેઝિક સેલરી મળે છે. જે સાતમું પગાર પંચ આવતા 2.5 લાખ રૂપિયા થઇ જશે. વળી સાથે જ હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થશે. સાતમાં વેતન આયોગને જો લાગુ કરવામાં આવે છે તો તે 1 જાન્યુઆરી 2016થી લાગુ થશે.

હાઉસ રેન્ટ

હાઉસ રેન્ટ

સાતમાં પગાર પંચના આવ્યા પછી કેબિનેટ સચિવને હાઉસ રેન્ટ એલાઉન્સ તરીકે દર મહિને 60 હજાર રૂપિયા આપવામાં આવશે. સાતમાં વેતન આયોગના પ્રસ્તાવમાં અલગ અલગ કેટેગરીમાં હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં આવ્યું છે. જેમાં 24 ટકા, 16 ટકા અને 8 ટકા રૂપે એલાઉન્સ આપવામાં આવશે.

કોને મળશે ફાયદો?

કોને મળશે ફાયદો?

હાલ દેશના 43 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી સમેત 53 લાખ પેન્શન ગ્રાહકોને આનાથી લાભ મળશે. આ તમામ લોકોને છઠ્ઠા પગાર પંચ મુજબ અત્યાર સુધી લાભ મળતો હતો. હવે સાતમાં પગાર પંચના આવ્યા પછી તેમને વધુ લાભ મળશે.

વધુ વાંચો:

વધુ વાંચો:

1 મેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડિવેલપમેન્ટ એક્ટ લાગુ થવાનો છે. આ એક્ટના લાગુ થવાથી ગ્રાહક તરીકે ઘર ખરીદવા તમને મળશે આ ફાયદાઓ. વાંચો વિગતવાર.

Read also:જાણો ક્યારે ઘર ખરીદવું? જેથી તે સસ્તુ અને સમય પર મળે!

English summary
7th Pay Commission: Bonanza as top basic pay is Rs 2.5 lakh, HRA, 60,000. Read here more.
Please Wait while comments are loading...