For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ડિમેટ એકાઉન્ટ હોવાના 8 ફાયદા

|
Google Oneindia Gujarati News

આપ ભારતના સ્ટોક એક્સચેન્જ દ્વારા શેર્સનું ખરીદ અને વેચાણ કરવા માંગતા હોવ તો આપે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. સર્ટિફિકેટના માધ્યમથી શેર્સનું ખરીદ અને વેચાણ શક્ય બને છે. આપ રોકાણ કરતા હોવ કે નવા હોવ પણ આપે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. અહીં અમે આપને ડિમેટ એકાઉન્ટ ખોલાવવાના ફાયદા જણાવી રહ્યા છીએ...

સુરક્ષિત વ્યવહાર

સુરક્ષિત વ્યવહાર


ડિમેટ એોકાઉન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં મૂકેલા આપના શેર સર્ટિફિકેટ ચોરાઇ જવાનો ભય રહેતો નથી. કારણ કે અહીં શેર્સ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રહે છે.

શેર્સની તાત્કાલિક બદલી

શેર્સની તાત્કાલિક બદલી


અગાઉના સમયમાં શેર્સમાં નામ બદલાવવા માટે શેર સર્ટિફિકેટ કંપની રજિસ્ટ્રારને મોકલી આપવા પડતા હતા. કેટલીકવાર આ પ્રક્રિયામાં મહિનાઓનો સમય વીતી જતો હતો. અને ઘણાવાર આ પ્રક્રિયા દરમિયાન સર્ટિફિકેટ્સ ગુમ પણ થઇ જતા હતા. હવે ડિમેટ એકાઉન્ટમાં આ મુશ્કેલી રહી નથી. તેમાં તત્કાલ શેર ટ્રાન્સફર થઇ શકે છે.

સિક્યુરિટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટી નહીં

સિક્યુરિટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટી નહીં


જો વ્યક્તિ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવે છે તો તેમણે પહેલાની જેમ સ્ટેમ્પ ડ્યુટી ભરીને શેર્સ સર્ટિફિકેટ પર તેને પેસ્ટ કરવાની જરૂર નથી. આ પહેલા જ્યારે ડિમેટ એકાઉન્ટ ન હતું ત્યારે શેર ટ્રાન્સફર કરાવવા માટે સ્ટોક માર્કેટમાં જઇને સ્ટેમ્પ ખરીદવા પડતા હતા.

એક શેર ખરીદવો પણ શક્ય છે

એક શેર ખરીદવો પણ શક્ય છે


પહેલાના સમયમાં વ્યક્તિ માટે માર્કેટ લોટ જેમ કે 50, 100, 200 વગેરેની જેમ જ શેર ખરીદવા કે વેચવા પડતા હતા. આજે ડિમેટની સુવિધાને કારણે વ્યક્તિ 33 શેર્સ પણ વેચી શકે છે અને 1 શેર પણ વેચી શકે છે.

નોમિનેશન શક્ય

નોમિનેશન શક્ય


આપ ડિમેટ એકાઉન્ટને કારણે નોમિની રાખી શકો છો. અગાઉ આ સુવિધા ન હતી.

સિંગલ એકાઉન્ટ સાથે ઓપરેટ

સિંગલ એકાઉન્ટ સાથે ઓપરેટ


સ્ટોક કે શેર્સ સિવાયની અન્ય ખરીદી જેમ કે બોન્ડ્સ, એનસીડી, ટેક્સ ફ્રી બોન્ડ્સ વગેર પણ આ એકાઉન્ટ દ્વારા ખરીદ અને વેચાણ કરી શકો છો. તેના માટે અલગ ખાતુ ખોલવાની જરૂર નથી.

બોનસ અને રાઇટ્સ શેર્સ તરત ટ્રાન્સફર થઇ શકે

બોનસ અને રાઇટ્સ શેર્સ તરત ટ્રાન્સફર થઇ શકે


આપને મળનારા બોનસ અને રાઇટ્સ શેર્સ પણ વિના વિલંબ ટ્રાન્સફર થઇ શકે છે.

ખર્ચ ઘટે છે

ખર્ચ ઘટે છે


ડિમેટ એકાઉન્ટને કારણે અગાઉની જેમ વિવિધ કાર્યવાહી કરવા માટે ટપાલ કે સ્પીડ પોસ્ટમાં સર્ટિફિકેટ મોકલવા પડતા નથી. જેના કારણે ખર્ચા ઘટે છે.

English summary
8 Advantages of Having a Demat Account in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X