For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય બજેટ 2015 સુધી સાચવી રાખવા જેવા ટોપ શેર્સ

|
Google Oneindia Gujarati News

આ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ કકડભૂસ થતાં ગ્લોબલ માર્કેટમાં બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે. તેની અસર ભારતીય બજારોમાં થઇ છે અને ભારતીય માર્કેટમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે શેરમાર્કેટ મંગળવારે 28000ની સપાટીની અંદર જતું રહ્યું છે.

તાજેતરમાં શેરમાર્કેટમાં તેજીની હરણફાળ બાદ 900 પોઇન્ટનું કરેક્શન એવા સંકેત આપે છે કે અત્યારે કેટલાક સારા શેર્સ ખરીદ કરવાનો સમય છે. જે આવનારા સમયમાં આપને સારો નફો આપી શકે છે.

અમે અહીં એવા કેટલાક સ્ટોક્સની વાત કરી રહ્યા છીએ જેને ખરીદીને કેન્દ્રીય બજેટ 2015 સુધી સાચવી રાખવામાં આવે તો સારું વળતર મળી શકે એમ છે. કારણ કે આ સ્ટોક્સમાં પ્રિબજેટ રેલી જોવામાં આવી રહી છે.

અહીં અમે એમ પણ કહી દઇએ કે આ સ્ટોક્સમાં કેટલીક સારી બાબતો છે જેના કારણે આપ માર્કેટ ટ્રેન્ડ જોઇને તેના વધારે સમય માટે હોલ્ડ કરી શકો એમ છો...

સિન્ડિકેટ બેંક

સિન્ડિકેટ બેંક


સિન્ડિકેટ બેંક અન્ય પીએસયુ બેંકોની સરખામણીમાં તેની નોન પરફોર્મિંગ એસેટ્સને મેનેજ કરવામાં સફળ રહી છે. જ્યારે પણ માર્કેટમાં તેજી જોવા મળે છે, ત્યારે બેંક સ્ટોક્સમાં તેજી જોવા મળે છે. મોટા ભાગના માર્કેટ એનાલિસ્ટ કહે છે કે સિન્ડિકેટ બેંકના શેર્સમાં પ્રિબજેટ રેલી જોવા મળશે. વર્તમાન સમયમાં શેર ખૂબ ઓછા ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. તેને ખરીદીને નફો પ્રિ બુક કરી શકાય છે. બજેટ બાદ સ્ટોકને સાચવી રાખવાનું એક કારણ અંદાજે 6 ટકા જેવું ડિવિડન્ડ વળતર છે.

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન


હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કે એચસીસી તેના રૂપિયા 49ના ભાવેથી ઘટીને રૂપિયા 30 થઇ ગયો છે. કેન્દ્રીય બજેટ 2015માં તે લોકોની પસંદ બનશે તેવી સંભાવના છે. બજેટ બાદ કંપની માટે નવી તકો ઉભી થશે. કારણ કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માંગે છે.

એક્સિસ બેંક

એક્સિસ બેંક


વેલ્યુએશન મુદ્દે એક્સિસ બેંક ખાસ ખર્ચાળ નથી. અન્ય બેંકોની સરખામણીમાં તેનું પરફોર્મન્સ પણ સારું છે. આવનારા થોડા વર્ષોમાં આર્થિક વૃદ્ધિની અસર બેંકના સ્ટોક્સમાં જોવા મળશે. ત્રણ વર્ષના રોકાણને ધ્યાનમાં રાખીને તેમાં રોકાણ કરી શકાય એમ છે.

મારૂતી સુઝુકી

મારૂતી સુઝુકી


મારૂતી સુઝુકી દેશની સૌથી લોકપ્રિય પેસેન્જર કાર નિર્માતા કંપની છે. ઓઇલ પ્રાઇસમાં ઘટાડાને કારણે મારૂતી કંપનીના શેર્સમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક ક્વાર્ટર્સથી કંપનીના શેર્સમાં તેજી જોવા મળી રહી છે.

English summary
A Few Stocks to Accumulate Until Union Budget 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X