For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPOના ઓફર ડોક્યુમેન્ટમાં વાંચવાની મહત્વની બાબતો

|
Google Oneindia Gujarati News

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ - IPOમાં ઓફર ડોક્યુમેન્ટ મહત્વનો દસ્તાવેજ છે. જો કે આ દસ્તાવેજ ખૂબ જ લાંબો હોય છે અને અનેક પાનાનો હોય છે. આ કારણે આખો ડોક્યુમેન્ટ વાંચવો સરળ નથી. બીજી તરફ જો આપ ઉતાવળે વાંચવાનો પ્રયાસ કરો તો શક્ય છે કે આપ કોઇ મહત્વની વિગત ચૂકી જાવ.

આ કારણે અમે આપને IPOના ઓફર ડોક્યુમેન્ટ્સમાં કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેની વિગતો અહીં આપેલી છે...

1. IPOનું કવર પેજ

1. IPOનું કવર પેજ


અન્ય કોઇ પણ દસ્તાવેજની જેમ આઇપીઓ ઓફર ડોક્યુમેન્ટ મહત્વનો છે. આઇપીઓના કવર પેજ ઉપર આપ મહત્વની વસ્તુઓ જોઇ શકો છો. જેમાં ક્રેડિટ રેટિંગ, લીડ મેનેજર્સ, રજિસ્ટ્રાર વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. IPO ગ્રેડિંગમાં, IPOમાં જોખમ અને ક્રેડિટ રેટિંગ મહત્વની બાબતો છે. આ બાબતો વાંચવા માટે મહત્વની હોય છે.

2. IPOમાં જોખમો

2. IPOમાં જોખમો


કોઇ પણ IPOના ઓફર ડોક્યુમેન્ટમાં રિસ્ક ફેક્ટર ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. તેમાં પેન્ડિંગ લિટિગેશન અને એડવર્સ રુલિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રી ઇશ્યુ અને અન્ય જોખમોનો સમાવેશ થાય છે. કંપનીનું મેનેજમેન્ટ જ્યારે જોખમની વાત આવે તો કશું છુપાવી શકતા નથી અને આ અંગે વધારે પારદર્શકતા રાખે છે.

3. ઇન્ટ્રોડક્શન વાંચો

3. ઇન્ટ્રોડક્શન વાંચો


આપ જો વ્યવસ્થિત અભ્યાસ કરવા ઇચ્છતા હોવ તો ઇન્ટ્રોડક્શન વાંચવું જરૂરી છે. આ દ્વારા ઇન્ડસ્ટ્રીની ચકાસણી પણ કરી શકાય છે. આ ઉપરાંત ઇક્વિટી કેપિટલ કેવી રીતે બદલાય છે, ટેક્સના લાભ શું છે અને ઇશ્યૂ પ્રાઇસ અંગે પ્રાથમિક બાબતોનો સમાવેશ થાય છે.

4. IPO ડોક્યુમેન્ટમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ

4. IPO ડોક્યુમેન્ટમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ


ઓફર ડોક્યુમેન્ટમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પણ મહત્વનું છે. તેની અવગણના કરી શકાય નહીં. આ બાબત માટે કંપનીના ખાતામાં કેવા પ્રકારની લોન છે અને કેવા પ્રકારનું ઉધાર છે તેની વિગતો જાણવી જરૂરી છે. આ ઉપરાંત કંપનીનો છેલ્લા કેટલાક વર્ષોનો કેશ ફ્લો ચકાસવો જોઇએ.

5. લીગલ અને અન્ય માહિતી

5. લીગલ અને અન્ય માહિતી


પેન્ડિંગ લિટિગેશન, લીગલ ડિસ્પ્યુટ વગેરે બાબતો ચેક કરવી જોઇએ. તેના આધારે કંપનીના પરફોર્મન્સને આંકવું જોઇએ. જો તે મોટા ના હોય તો તેની અવગણના કરી શકાય.

6 .અન્ય ડિસ્ક્લોઝર

6 .અન્ય ડિસ્ક્લોઝર


આ ઉપરાંત કંપનીના વિવિધ ડિસ્ક્લોઝર હોય છે. તે જાણવા જોઇએ. તેમાં સિક્યુરિટિનું પ્રોબેશન, એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, છેલ્લા ત્રણ વર્ષમાં બદલાયેલા ઓડિટર્સ, નાણાની વિગતો વગેરે બાબતો મોકલી શકાય.

English summary
A Guide on Important Things to Read in an Offer Document of an IPO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X