For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મ નિર્ભર ભારત પેકેજઃ શહેરી ગરીબો માટે 11,000 કરોડ રૂપિયાની મદદનુ એલાન

નાણામંત્રીએ શહેરી ગરીબોને 11000 કરોડ રૂપિયાની મદદનુ એલાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજની ઘોષણા કરી. ત્યારબાદ બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ એમએસએમઈ સેક્ટરના ઘણા રાહત પેકેજનુ એલાન કર્યુ. પહેલા દિવસે તેમણે સૂક્ષ્મ, લઘુ તેમજ ઉદ્યોગો (એમએસએમઈ)ને મજબૂતી આપવા માટે પેકેજને વિસ્તારથી બતાવ્યા. ગુરુવારે પણ નિર્મલા સીતારમણે આ પેકેજ સાથે જોડાયેલી ઘણી ઘોષણાઓ કરી. નાણામંત્રીએ શહેરી ગરીબોને 11000 કરોડ રૂપિયાની મદદનુ એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે એસજીઆરએફ દ્વારા આ મદદ કરવામાં આવી રહી છે.

nirmala sitharaman

સીતારમણે કહ્યુ કે બેઘર લોકોને 3 ટંકનુ જમવાનુ આપવામાં આવી રહ્યુ છે. તેા માટે પૈસાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે 12000 સ્વયં સહાયતા ગ્રુપે ત્રણ લાખ માસ્ક બનાવ્યા. અમે પ્રવાસી મજૂરોને ધ્યાન રાખી રહ્યા છે. લઘુત્તમ મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા પ્રતિદિવસ કરી દીધી છે. રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. લઘુત્તમ વેતન મજૂરીમાં ફેરફાર કરશે. મજૂરી માટેના ભેદભાવ ખતમ કરવામાં આવશે. શ્રમ કાયદામાં સુધારાન વાત ચાલી રહી છે. મજૂરોની વાર્ષિક આરોગ્ય તપાસ અનિવાર્ય હશે.

આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આજની પ્રેસ કૉન્ફરન્સ પ્રવાસી શ્રમિકો, રસ્તાના કિનારે સ્ટૉલ કે રેકડી લગાવનારાઓ, નાના વેપારીઓ, સ્વરોજગારવાળા અને નાના ખેડૂતો પર કેન્દ્રીત છે. નાણામંત્રીએ રાહત પેકેજનો બીજો ફેઝ જારી કરીને કહ્યુ કે ત્રણ કરોડ નાના ખેડૂતો પહેલેથી ઓછા વ્યાજ દર પર ચાર લાખ કરોડ રૂપિયાની લોન લઈ ચૂક્યા છે.

વંદે ભારત મિશનઃ જાણો ઘર વાપસી માટે ટિકિટથી લઈ ક્વૉરંટાઈન સુધી કેટલા ચૂકવવા પડશેવંદે ભારત મિશનઃ જાણો ઘર વાપસી માટે ટિકિટથી લઈ ક્વૉરંટાઈન સુધી કેટલા ચૂકવવા પડશે

English summary
Aatma Nirbhar Bharat Package: Govt permitted State Governments to utilise SDRF for setting up shelter for migrants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X