For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેક ઇન ઇન્ડિયા' માટે એક્શન પ્લાન તૈયાર : DIPP

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા' માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેના પર અમલ શરૂ કરવામાં આવશે. આ માહિતી ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના સેક્રેટરી અમિતાભ કાંતે આપી છે.

તેમણે જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયાના વર્કશોપ બાદ હવે દરેક સેક્ટર માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરીંગ સેક્ટર સાથે સંબંધિત એક્શન પ્લાનના અમલમાં આવ્યા બાદ તેની અસર 6થી 8 મહિનામાં જોવા મળશે. તેમણે જણાવ્યુ હતુ કે આ એક્શન પ્લાનનો સમાવેશ હવે પછીના બજેટમાં પણ કરવામાં આવી શકે છે.

narendra-modi-677

મેક ઇન ઇન્ડિયા પરના વર્કશોપ બાદ દરેક સેક્ટર માટે એક્શન પ્લાન તૈયાર છે. બે પ્રકારના એક્શન પ્લાન તેમાં એક તો શોર્ટ ટર્મ(1 વર્ષ માટે) અને બીજો લોન્ગ ટર્મ (3 વર્ષ માટે). આ એક્શન પ્લાનને પ્રધાનમંત્રી તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ એક્શન પ્લાનમાં 25 સેક્ટરનો સમાવેશ. છત્તીસગઢના પ્લાન મુજબ ઇન્ડસ્ટ્રી સ્થાપ્વા કોઇ ફોર્મ નહિ, પણ રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત રેવેન્યુ સેક્રેટરી દ્વારા ટેક્સ સિસ્ટમમાં રાહતનો ભરોસો આપવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રી દ્વારા જમીન અધિગ્રહણ, ટેક્સ, ઇન્વર્ટેડ ડ્યુટીના મુદ્દા ઉઠાવાયા હતા. એક્શન પ્લાનનો સમાવેશ બજેટમાં જોવા મળી શકે છે. મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે ઉઠાવવામાં આવેલા પગલાની અસર આવનાર 6-8 મહિનામાં જોવાશે. મોંઘવારી દર નીચે આવતા આરબીઆઈ દ્વારા યોગ્ય પગલાની આશા રાખવામાં આવી રહી છે.

English summary
Action Plan for Make In India is ready : DIPP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X