જીએસટી લાગુ, આ વસ્તુઓ થઇ મોંઘી, જાણો લિસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

લાંબી રાહ પછી હવે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ બીજી તેવી પણ વસ્તુઓ છે જે જીએસટીના લાગુ થવાથી મોંઘી થઇ જશે અને સીધા તમારા ખિસ્સા પર અસર કરશે. ત્યારે દરેક ગૃહણી અને ઘર ચલાવનાર દરેક વ્યક્તિ માટે તે જાણવું જરૂરી બની જાય છે કે જીએસટી લાગુ થવાથી કંઇ કંઇ વસ્તુઓ મોંઘી થશે. ત્યારે જાણો આ વાતનું સમગ્ર લિસ્ટ અહીં....

બ્યૂટી પ્રોડક્ટ

બ્યૂટી પ્રોડક્ટ

જીએસટી લાગુ કર્યા પછી બ્યૂટી પ્રોડક્ટ મોંઘા થઇ જશે. ડિઓડ્રન્ટ, પરફ્યૂમ, આફ્ટર શેવ અને શેવિંગ ક્રીમ પર વર્તમાન ટેક્સ 26 ટકા હતા જીએસટી લાગુ થયા પછી તે 28 ટકા થઇ જશે. શેમ્પૂ, હેર ક્રિમ, હેરડાઇ, મેકઅપનો સામાન પહેલા કરતા હવે વધુ મોંધા થશે.

બ્યૂટી પ્રોડક્ટ

બ્યૂટી પ્રોડક્ટ

જીએસટી લાગુ કર્યા પછી બ્યૂટી પ્રોડક્ટ મોંઘા થઇ જશે. ડિઓડ્રન્ટ, પરફ્યૂમ, આફ્ટર શેવ અને શેવિંગ ક્રીમ પર વર્તમાન ટેક્સ 26 ટકા હતા જીએસટી લાગુ થયા પછી તે 28 ટકા થઇ જશે. શેમ્પૂ, હેર ક્રિમ, હેરડાઇ, મેકઅપનો સામાન પહેલા કરતા હવે વધુ મોંઘા થશે.

ખાણી પીણી

ખાણી પીણી

પહેલા કાજુ, બદામ જેવા સૂકા મેવા પર 6 ટકા ટેક્સ લાગતો હતો અને હવે 12 ટકા દરે ટેક્સ લાગશે. સાથે જ ફ્રોઝન મીટ પણ મોંઘુ થશે .

લાઇફસ્ટાઇલ

લાઇફસ્ટાઇલ

લાઇફસ્ટાઇલથી જોડાયેલી વસ્તુઓ પર પણ જીએસટીની માર પડી છે. મોબાઇલ ફોન પર પહેલા ટેક્સ 6 ટકા હતો હવે વધીને 18 ટકા થયો છે. લેધર બેગ પર પણ ટેક્સ 28 ટકા થયો છે. હવે આ વસ્તુઓ મોંઘી થઇ જશે.

ફાઇવ સ્ટાર હોટલ

ફાઇવ સ્ટાર હોટલ

જીએસટી લાગુ થયા પછી હવે ફાઇવ સ્ટાર હોટલમાં ખાવુ પણ મોંધુ થઇ જશે. હોટલના ખાવા પર જીએસટી પછી 28 ટકા ટેક્સ લાગશે. ટેલિકોમ પર પણ 18 ટકા ટેક્સ લાગશે આમ બન્ને સેવાઓ મોંઘી થશે.

ઘર બનાવવું

ઘર બનાવવું

જીએસટી લાગુ થવાથી ઘર બનાવવું મોંઘુ થશે. ઘર બનાવવા માટે જરૂરી સામાન જેમ કે સીમેન્ટ, ટાઇલ્સ, પ્લાસ્ટર, પેન્ટ, વોલ પુટ્ટી જેવી વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.

ગૃહિણીનું બજેટ

ગૃહિણીનું બજેટ

જીએસટી લાગુ થયા પછી ગૃહિણીઓનું બજેટ પણ મોંધુ થશે. એસી, ફ્રિઝ, વોટર હિટર, વોશિંગ મશીન, ફર્નિચર, પ્રિંટર અને ફેક્સ મશીન પર હવે 28 ટકા ટેક્સ લાગશે. સાથે જ પ્લાસ્ટિકનો સામાન, સોલર વોટર હિટર પર પહેલા ટેક્સ નહતો લાગ્યો પણ હવે તેની પર પણ ટેક્સ આપવો પડશે.

બીજુ શું મોંધુ

બીજુ શું મોંધુ

જીએસટી લાગુ થયા પછી અગરબત્તી પર ટેક્સ 12 ટકા થઇ ગયું છે. પહેલા તેની પર કોઇ ટેક્સ નહતું. સાથે જ બાળકોની ડ્રોઇંગ બુક અને ટાયર પર પણ હવે જીએસટી લાગતા મોંધા થશે. રિવોલ્વર પર પણ હવે 28 ટકા ટેક્સ લાગશે.

English summary
After GST these things become more costly. Read everything in details here.
Please Wait while comments are loading...