For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયા 2000 કરોડ મૂડી પેટે મેળવશે

|
Google Oneindia Gujarati News

air-india
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી જાહેર ક્ષેત્રની વિમાન કંપનીને સંકટમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રયત્નો વધારે ઝડપી બનાવ્યા છે. આ દિશામાં સરકારે એર ઇન્ડિયામાં વધારાના રૂપિયા 2000 કરોડ મૂડી તરીકે રોકવાની જોગવાઇ કરી છે.

નાણા મંત્રી પી ચિદમ્બરમ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલી પૂરક મદદ અંગેની માંગણીઓ અનુસાર, એર ઇન્ડિયાની સ્થિતિમાં સુધારો લાવવા માટે તેની આર્થિક પુનર્રચના યોજના અંતર્ગત રૂપિયા 2000 કરોડની વધારાની મૂડીનું રોકાણ તેમાં કરવામાં આવશે.

આ અંગે જણાવતા ચિદમ્બરમે જણાવ્યું કે સરકાર બજારમાંથી ઉધાર લેવાની નક્કી કરવામાં આવેલી મર્યાદાની અંદર જ વધેલા ખર્ચને આવરી લેવાશે. બાકી રહેલી નાણાકીય વર્ષની અવધિમાં ખર્ચ પૂરો કરવા માટે માર્કેટમાંથી વધારે ઉધાર લેવું પડશે નહીં.

તેમણે એમ પણ જણાવ્યું કે રૂપિયા 28,500 કરોડની પેટ્રોલિયમ સબસિડી, એર ઇન્ડિયામાં લગભગ રૂપિયા 2000 મૂડી પેટે અને અન્ય ખર્ચાઓ માટે અંદાજે રૂપિયા 300 કરોડ રૂપિયાની જરૂર છે. આ રકમની વ્યવસ્થા વર્તમાન ઉધાર મર્યાદાની અંદર કરી લેવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં સરકારે રોકડ સંકટમાંથી પસાર થઇ રહેલી એર ઇન્ડિયા માટેની આર્થિક મદદની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત સરકારે સામાન્ય બજેટ 2012-13માં રૂપિયા 4,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

English summary
Air India to get 2000 crore as equity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X