એરટેલની મોનસૂન ઓફર, ક્લેમ કરોને મેળવો 30 જીબી ફ્રી ડેટા

Posted By:
Subscribe to Oneindia News

એરટેલે પોતાના યુઝર્સ માટે મોનસૂન સરપ્રાઇઝ ઓફર લોન્ચ કરી છે. જે હેઠળ કંપની 1 જુલાઇથી ત્રણ મહિના સુધી 30 જીબી 4જી ડેટા ફ્રીમાં આપશે. એરટેલની તરફથી મોનસૂન ઓફર હેઠળ પોસ્ટપેડ ગ્રાહકોને દર મહિનાના હિસાબે 10 જીબી ડેટા ત્રણ મહિના સુધી મફતમાં મળશે. મીડિયા રિપોર્ટ મુજબ એરટેલ ગ્રાહકોને આ ઓફરની જાણકારી ઇ મેલ દ્વારા આપી રહ્યું છે. આ ઓફર મેળવવા માટે કસ્ટમર્સે માઇ એરટેલ ઓફરમાં જઇને ક્લેમ કરવાનો રહેશે.

airtel

હોલી ડે સરપ્રાઇઝ
ખબરોનું માનીએ તો એરટેલે પોસ્ટપેડ ગ્રાહકો માટે પોતાની હોલી ડે સરપ્રાઇઝ ઓફરને ત્રણ મહિના માટે વધારી દીધી છે. અને તેને મોનસૂન ઓફરનું નામ આપવામાં આવ્યું છે. તેવામાં એરટેલની આ ઓફર સીધી રીતે જીયોના ઘન ઘના ઘન ઓફરને પડકાર ફેંકી રહી છે. જો કે તેનાથી સૌથી વધુ ફાયદો તો ગ્રાહકોને જ મળી રહ્યો છે.
એરટેલ ઓફર
એરટેલે રિલાયન્સ જીયોના આવ્યાથી મોટું નુક્શાન વેઠ્યું છે. હવે કંપની આ નુક્શાનની ભરપાઇ કરવાના મૂડમાં છે. અને તે ગ્રાહકોને એક પછી એક સારી ઓફર આપી રહી છે. જો તમે પોસ્ટપેડ કનેક્શન અને ડિજિટલ ટીવી કનેક્શનને એરટેલ બ્રોડબેન્ડથી લિંક કરો છો તો પણ તમને ફ્રી ડેટા મળશે તેવી પણ ઓફર એરટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
જીયો બ્રોડબેન્ડ
રિલાયન્સ જીયો જલ્દી જ પોતાનું બ્રોડબેન્ડ લાવવાનું છે. જેનું ટ્રાયલ પણ શરૂ થઇ ચૂક્યું છે. બીજી તરફ એરટેલ મોબાઇલની જેમ પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને ગુમાવી દેવા નથી માંગતું અને માટે જ એરટેલ બ્રોડબેન્ડ કેન્કશન વધારવા માટે અત્યારથી જ પ્રમોશન ઓફર આપી રહ્યું છે.

English summary
Airtels Monsoon Surprise offers additional 30GB data for customers. Read here more.
Please Wait while comments are loading...