For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણી બંધુઓ એક થયા : ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સાથે કામ કરશે

|
Google Oneindia Gujarati News

ambani-brothers
નવી દિલ્હી, 2 એપ્રિલ : ભારતના બિઝનેસ જગત માટે આજે એક મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશના સૌથી મોટા બિઝનેસ જૂથ પૈકી એક રિલાયન્સના અંબાણી બંધુઓ વચ્ચે ચાલતા ખટરાગનો અંત આવ્યો છે. હવે બંનેએ એકબીજા સાથે કામ કરવા હાથ મિલાવ્યા છે. અબજોપતિ અંબાણી ભાઈઓએ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં રૂપિયા 1200 કરોડનો એક સોદો કર્યો છે.

આ સોદામાં મોટા ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ટેલિકોમ બિઝનેસ સાહસના આરંભ માટે એમના નાના ભાઈ અનિલ અંબાણીના ઓપ્ટિક ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ સમજૂતી અનુસાર, મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની 4G (બ્રોડબેન્ડ વાયરલેસ) સેવાઓ શરૂ કરવા માટે અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના રાષ્ટ્રવ્યાપી ઓપ્ટિકલ ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડે આરકોમના રાષ્ટ્રવ્યાપી ઈન્ટર સિટી ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી માટે રૂપિયા 1200 કરોડનો કરાર કર્યો છે. આ બાબતની સત્તાવાર જાહેરાત આરકોમ દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી છે.

માનવામાં આવે છે કે આ કરારથી બંને કંપનીઓની વચ્ચે માળખાકીય ભાગીદારીનો માર્ગ મોકળો બનશે. આ માટે કરારમાં નોંધવામાં આવ્યું છે કે બંને કંપનીઓ માળખાનો મહત્તમ ઉપયોગ કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ટાવર એકમ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે. જો કે હજી સુધી કંપનીએ આ અંગે કોઇ વિચાર નથી કર્યો. આ સાથે કંપનીની પોતાની સમુદ્ર કેબલ કંપની ગ્લોબલકોમમાં ભાગીદારી ઓછી કરવા માટે વિવિધ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ જાહેરાતને પગલે આરકોમનો શેર મંગળવારે બીએસઈમાં એક સમયે 10.86 ટકા વધ્યો હતો.

English summary
Ambani brothers will work together in telecommunications area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X