IPhone 8, iPhone 8 Plus થયા લોન્ચ, જાણો તેના વિષે બધું જ
એપ્પલે આજે આઇફોન 8, આઇફોન 8 પ્લસ અને આઇફોન X લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફોન એપ્પલના અત્યાર સુધીનો સૌથી મોંધા અને અત્યાર સુધીના સૌથી એડવાન્સ ફીચર વાળા સ્માર્ટફોન છે. એપ્પલ પાર્કમાં સ્ટીવ જોબ્સ થિએટરમાં આયોજીત કરવામાં આવેલી એક ઇવેન્ટમાં કંપનીના સીઇઓ ટિમ કુકે આ નવા આઇફોનને લોન્ચ કર્યા હતા. iPhone 8 અને iPhone 8 plus બે અલગ સ્ટોરેજ વેરિઅન્ટ વાળા ફોનમાં છે આઇફોન 8માં 64 જીબી છે તો પ્લસમાં 256 જીબી મેમરી આપવામાં આવી છે. ત્યારે આ ફોનની કિંમત અને અન્ય રસપ્રદ જાણકારી મેળવો અહીં...

iPhone X હોમ બટન નહીં
આઇફોન 8ની કિંમત 649 ડોલર છે અને આઇફોન 8 પ્લસ 799 ડોલરની કિંમતથી શરૂ થશે. ખાસ વાત એ છે કે iPhone Xમાં કોઇ હોમ બટન નથી. આ ફેસ આઇડી ફિચરની લેસ છે. ભારતીય સમય મુજબ મંગળવારે રાતના 10:30 આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોન લોન્ચિંગ પહેલા એપ્પલ સ્ટોરને કેટલાક કલાકો માટે બંધ કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રમુખ ટિમ કુકે પોતાના સંબોધનમાં કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે એવો કોઇ દિવસ પસાર નથી થયો જ્યારે અમે તેમને યાદ ના કર્યા હોય.

કેમેરા પર ફોકસ
કંપનીના સીઇઓ ટિમ કુકે કહ્યું કે આઇફોન 8ને લોન્ચ કરતા પહેલા અમે સૌથી પહેલા ફોનના કેમેરા પણ સૌથી વધુ ધ્યાન આપ્યું છે. કેમેરાના સેન્સરથી લઇને સોફ્ટવેર સુધી તમામ વસ્તુઓને ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. પહેલી વાર iPhoneને વાયરલેચ ચાર્જ કરી શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. વળી ફોનની પ્રી બુકિંગ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. અને તેની ડિલેવરી 22 સપ્ટેમ્બર સુધી આપવામાં આવશે.

ખાસિયત
આઇફોન 8 પ્લસમાં 5.5ની સ્ક્રીન ડિસ્પ્લે હશે. સાથે જ ડ્યૂઅલ રિયર કેમરા હશે જેમાં 12 મેગાપિક્સલ રિયર અને 7 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા હશે. તો આઇફોન 8માં હોમ બટન આપવામાં આવ્યું છે તેની ડિસ્પ્લે 4.7 ઇંચ હશે. ફોનમાં 12 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યું છે. અને લો લાઇટ ફોટોગ્રાફી માટે પણ ઓટોફોક્સ ટેકનોલોજી આપવામાં આવી છે. જ્યારે તેનો ફન્ટ્ર કેમેરા 7 મેગાપિક્સલ છે.

3 મોડેલ લોન્ચ
આવું પહેલી વાર બન્યું છે કે એપ્પલે એક સાથે ત્રણ ફોન લોન્ચ કર્યા હોય. કંપનની 10મી વર્ષગાંઠ પર આ ત્રણેય ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. સાથે સિક્યોરીટીની દ્રષ્ટ્રિએ પણ ફોનને ખૂબ જ સુરક્ષિત બનાવવામાં આવ્યો છે.