For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલ પર હેકરનો હુમલો, ગંભીર માહિતી ચોરાયાની આશંકા

By Super
|
Google Oneindia Gujarati News

apple
ન્યુયોર્ક, 22 જુલાઇઃ કોમ્પ્યુટર અને સોફ્ટવેર કંપની એપલે જણાવ્યું છે કે, તેમની સોફ્ટવેર ડેવલોપર સાઇટને ઓફલાઇન કરી દેવામાં આવી છે, કારણ કે તેને હેક કરવામાં આવી હતી. તેમજ એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, કદાચ આ સાઇટમાંથી ખાનગી માહિતીઓની ચોરી કરવામાં આવી હશે.

એપલ દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હેકર દ્વારા અમારી રજીસ્ટર્ડ ડેવલોપર સાઇટમાંથી સુરક્ષિત ખાનગી માહિતીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

એપલે કહ્યું કે, તેમજ કેટલીક સંવેદનશીલ માહિતી પણ ચોરી થઇ શકે છે. અમે એ વાતને પણ અવગણી રહ્યાં નથીકે કેટલાક ડેવલોપર્સના નામ, ઇમેલ એડ્રેસ સહિતની માહિતીની ચોરીનો ઉપયોગ કરાયો હોઇ શકે છે.

નોંધનીય છે કે, હેકર દ્વારા સાઇટને હેક કરવામાં આવી હોવાની જાણ થતાં જ કંપની દ્વારા ત્વરિત ધોરણે સોફ્ટવેર ડેવલોપર્સ સાઇટને ઓફલાઇન કરી દીધી હતી, જેથી હેકર દ્વારા વધું પડતું નુક્સાન પહોંચાડવામાં ના આવે. કંપની દ્વારા ટૂંક સમયમાં ફરીથી સાઇટને ઓનલાઇન કરવાની વાત કરવામા આવી છે.

English summary
Computer and software giant Apple said that it took its software developers website offline after it was hacked, warning that personal information about them may have been stolen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X