રતન તાતાની સામે ધરપકડ વોરંટ જારી

ફોરમે આ ત્રણે સામે ગિરફ્તારી વોરંટ જારી કરીને 26 નવેમ્બર 2012ના રોજ ચંદીગઢની કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે. કોર્ટે આ આદેશ લુધિયાનામાં રહેનાર ચેતન ગિલની ફરિયાદ પર સુનવણી દરમિયાન કર્યો હતો.
ચેતન ગિલે 2008ના જૂન મહિનામાં ચંદીગઢના જોશી ઓટો જોનમાંથી એક ટાટા ઇન્ડિગો કાર ખરીદી હતી. ચેતને જણાવ્યું કે ગાડી લીધાના પહેલા દિવસથી જ તેનું એન્જીન અવાજ કરતું હતું, અને થોડા દિવસ બાદ ગાડીમાં અનેક પ્રકારની ખામીઓ સર્જાવા લાગી હતી.
જેના માટે ચેતને જોશી મોટરને જણાવ્યુ પરંતુ ઘણા દિવસો સુધી ગાડી સર્વિસ સેન્ટરમાં પડી રહી પરંતુ તેનો કોઇ ઇલાજ કરવામાં આવ્યો નહી. અંતે તેણે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
