Alert! બંધ થઇ રહ્યા છે ATM, થઇ શકે છે કેશની તંગી, જાણો કારણ શું છે

ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા જે ઝડપથી વધી રહી છે તે જ ઝડપથી એટીએમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. તમને એટીએમ બંધ મળશે અથવા કેશ વગરના મળશે.

ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા જે ઝડપથી વધી રહી છે તે જ ઝડપથી એટીએમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. તમને એટીએમ બંધ મળશે અથવા કેશ વગરના મળશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં એટીએમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં એટીએમમાં ઘટાડો થવાને લીધે, કેશની તંગીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: EPFO ભૂલથી પણ ન કરો આવું, નહીં તો PF એકાઉન્ટ ખાલી થઈ જશે

એટીએમની સંખ્યામાં ઘટાડો

એટીએમની સંખ્યામાં ઘટાડો

છેલ્લાં બે વર્ષથી એટીએમની સંખ્યા ઘટી રહી છે. કડક નિયમોના કારણે, દેશમાં એટીએમ ચલાવવું વધુ મોંઘુ પડી રહ્યું છે, જેના કારણે સેંકડો એટીએમ બંધ થઈ ગયા છે અથવા બંધ થવાની ધારણા પર છે. આવી સ્થિતિમાં,તમને કેશની તંગીનો સામનો કરવો પડી શકે છે. કેશ ઉપાડવા માટે, લાંબી કતારમાં ઉભું રહેવું પડી શકે છે. બેંકોમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહી કેશ ઉપાડવા માટે રાહ જોવી પડી શકે છે.

પહેલાથી જ ઓછી છે એટીએમની સંખ્યા

પહેલાથી જ ઓછી છે એટીએમની સંખ્યા

આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા બે વર્ષમાં દેશમાં એટીએમની સંખ્યામાં ઘટાડો થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ, બ્રિક્સ દેશોની તુલનામાં ભારત એવો દેશ છે જ્યાં એટીએમની સંખ્યા પહેલાથી ઓછી છે. તમને જણાવી દઈએ કે કોન્ફિડેરેશનલ ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝ (CATMi) એ ગયા વર્ષે ચેતવણી આપી હતી કે ભારતના અડધાથી વધુ એટીએમને 2019 માં બંધ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, દેશમાં આશરે લગભગ 2,38,000 એટીએમ છે, જેમાંથી આશરે 1,13,000 એટીએમ માર્ચ 2019 સુધી બંધ થવાના હતા.

કેમ ઘટી રહ્યા છે એટીએમ

કેમ ઘટી રહ્યા છે એટીએમ

બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કના કડક નિયમોને કારણે એટીએમ ચલાવવું મોંઘુ થઇ રહ્યું છે. એટીએમ મશીનમાં જરૂરી ફેરફાર કરવા પડી રહ્યા છે. આરબીઆઇએ એટીએમ હાર્ડવેર અને સૉફ્ટવેરને અપગ્રેડ કરવાની સૂચના આપી છે. આરબીઆઈએ કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ અને કેશ લોડિંગ અંગે કડક નિયમો કર્યા છે. આ બદલાવ માટે વધુ રકમ ખર્ચ કરવી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં, એટીએમ ચલાવવું મોંઘુ સાબિત થઇ રહ્યું છે. આ ઉપરાંત, જાહેર ક્ષેત્રની બેંકોની ઘણી શાખાઓ બંધ કરવામાં આવી છે. બેંકોના વિલીનીકરણને કારણે, ઘણી શાખાઓ બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, શાખાના બંધ થવાને કારણે, એટીએમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે કારણ કે મોટાભાગની શાખાઓમાં એટીએમ ઇન્સ્ટોલ કરેલા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X