For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરુરી સમાચારઃ 1 જાન્યુઆરી 2022થી ATMમાંથી કેશ કાઢવાનુ થઈ જશે મોંઘુ, જાણો કેટલો લાગશે ચાર્જ?

બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા વર્ષ 2022ની શરુઆત સાથે જ તમારા પર મોંઘવારીનો બોજ વધશે. તમારા માટે ATMની નક્કી સીમા પછી કેશ કાઢવા પર પહેલા કરતા વધુ ચાર્જ લાગશે. આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શ ચાર્જ વધારવાની બેંકોની માંગને મંજૂરી આપી દીધી છે ત્યારબાદથી 1 જાન્યુઆરીથી એટીએમમાંથી કેશ કાઢવી તમાર માટે મોંઘી થઈ જવાની છે. બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.

1 જાન્યુઆરીથી આપવો પડશે વધુ ચાર્જ

1 જાન્યુઆરીથી આપવો પડશે વધુ ચાર્જ

1 જાન્યુઆરી, 2022થી બેંક ખાતાધારકોએ એટીએમમાંથી કેશ કાઢવા પર પહેલાથી વધુ ચાર્જ આપવો પડશે. એક જાન્યુઆરી, 2022થી ગ્રાહકોએ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન સીમા બાદ એટીએમમાંથી કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા પર ચાર્જ લાગશે. વળી, બેલેન્સ ચેક કરો, એટીએમ પિન જનરેટ કરો, મિની સ્ટેટમેન્ટ કાઢવાની સુવિધા પહેલાની જેમ મળતી રહેશે. જૂનમાં જ આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરી, 2022થી મફત માસિક સીમાથી વધુ ફાઈનાન્સિયલ અને નૉન ફાઈનાન્સિયલ એટીએમ લેવડ-દેવડ માટે ફી વધારવાની અનુમતિ આપી દીધી હતી.

કેટલો લાગશે ચાર્જ

કેટલો લાગશે ચાર્જ

આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ બેંકોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દીધો છે. નવા નિયમને લઈને બેંકોએ પોતાના ગ્રાહકોને ઈમેલ, એસએમએસ મોકલીને માહિતી આપવાનુ શરુ કરી દીધુ છે. બેંકો તરફથી મળી રહેલી માહિતી અનુસાર 1 જાન્યુઆરી, 2022થી મફત લિમિટ ખતમ થયા બાદ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર લોકોને 21+ જીએસટીની ચૂકવણી કરવી પડશે. વર્તમાનમાં ગ્રાહકોએ એટીએમમાંથી કેશ અને નૉન-કેશ ટ્રાન્ઝેક્શન કરવા માટે મહિનમાં 5 નાણાકીય ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા પ્લસ જીએસટી લાગે છે.

પહેલાની જેમ મળતી રહેશે ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા

પહેલાની જેમ મળતી રહેશે ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા

બેંકોએ નવા વર્ષથી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ખતમ થયા બાદ આપવાનુ છે. જો કે મફત ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે મેટ્રો શહેરોમાં ખાતાધારકો બીજી બેંકોમાંથી એટીએમમાંથી મહિનામાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કોઈ ફી વિના કરી શકશે. વળી, નૉન-મેટ્રો શહેરમાં બીજી બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેકશન મળે છે. વળી, ખાતાધારકોએ પોતાના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી લેવડ-દેવડની સુવિધા મળતી રહેશે.

English summary
ATM transaction charge will be increase from 1 January 2022, Know how much.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X