For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેન્ક અને વીમા કંપનીઓ લોકો પાસેથી વ્યક્તિગત માહિતી લે છે, રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં 10 માંથી 7 લોકો બેંકો અથવા વીમા કંપનીઓને તેમના સ્થળ અને તેમની જીવન પદ્ધતિ સાથે સંબંધિત માહિતી શેર કરે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં 10 માંથી 7 લોકો બેંકો અથવા વીમા કંપનીઓને તેમના સ્થળ અને તેમની જીવન પદ્ધતિ સાથે સંબંધિત માહિતી શેર કરે છે. એસેન્ચર (Accenture) ની નવી રિપોર્ટમાં, એવું કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 10 માંથી 7 લોકો ઓછી કિંમતોના ઉત્પાદનો અને સેવાઓ માટે બેંકો અને વીમા કંપનીઓને તેમની વ્યક્તિગત માહિતી શેર કરે છે. જો કે, 5 માંથી 4 ગ્રાહકો (81%) કહે છે કે તેઓ તેમના વ્યક્તિગત ડેટાની ગોપનીયતા વિશે ખૂબ સતર્ક છે.

insurance

ભારતમાં ડેટા પ્રોટેક્શનમાં ચોરીએ ખૂબ જ ચિંતાજનક બાબત

સર્વેના પરિણામો અનુસાર, ભારતમાં ડેટા પ્રોટેક્શનમાં ચોરીએ ગ્રાહકો માટે બીજી સૌથી મોટી ચિંતા છે અને તેઓ માને છે કે તેમની ફરિયાદોને જે ઢંગથી લેવામાં આવે છે તે સ્વીકાર્ય નથી. એસેન્ચર (Accenture) ના મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અરોરા એ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો વધુ સારી કિંમતે વધુ સક્ષમ સેવાઓ માટે વધુ વ્યક્તિગત ડેટા શેર કરવા ઇચ્છુક છે, જે ભારતમાં નાણાકીય સેવાઓના વિતરણમાં ડિજિટલ તકનીકની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. "

સતર્ક રહેવાની જરૂર

સામાન્ય રીતે લોકો તેમના વ્યક્તિગત ડેટાને શેર કરવા માટે બેંક અને વીમા કંપનીઓ પર વિશ્વાસ રાખે છે. પરંતુ આગળ જઈને શેર કરેલી માહિતીનો દુરૂપયોગ કરવાની શક્યતા છે. આ માટે આવશ્યક છે કે જ્યારે પણ બેંક અને વીમા કંપની સાથેની માહિતી શેર કરવામાં આવે ત્યારે ધ્યાનમાં રાખો કે તે માહિતી આપવી જોઈએ કે નહીં. બેંકો અને વીમા કંપનીઓ તમારો વ્યક્તિગત ડેટા પ્રદાન કરવા દબાણ કરી શકતી નથી.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારક સાવધાન! ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી

English summary
Bank and insurers ask personal data from people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X