For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી બેંકોએ બદલી નાખ્યા આ ખાસ નિયમ, અત્યારે જ જાણી લો

આજથી બેંકોએ બદલી નાખ્યા આ ખાસ નિયમ, અત્યારે જ જાણી લો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી બેંકે પોતાના કેટલાય નિયમો બદલી કાઢ્યા છે. જેમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પણ સામેલ છે. આમાં જૂના ડેબિટ કાર્ડ બંધ થવા, એટીએણથી ઓટીપી આવવા અને હોમ લોનને લઈને નિયમોમાં બદલાવ થયા છે. અહીં જાણી લો આ નિયમો શું છે.

જૂના ડેબિટકાર્ડ નહિ ચાલે

જૂના ડેબિટકાર્ડ નહિ ચાલે

એસબીઆઈએ જણાવ્યું કે જૂના એટીએમ કાર્ડ જેમાં મેગ્નેટ સ્ટ્રિપ હતી તે હવે નહિ ચાલે. બેંક આ કાર્ડને ઈલેક્ટ્રોનિક ચિપ વાળા કાર્ડથી બદલી રહી છે. હવે ઈલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડ જ ચાલશે. એસબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રિપ વાળા કાર્ડ બંધ કરી દીધા છે.

એટીએમ પર ઓટીપી આવશે

એટીએમ પર ઓટીપી આવશે

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ વધુ એક નવો નિયમ બનાવ્યો છે. જે મુજબ રાત્રે આઠ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી તમે એટીએમથી 10 હજાર રૂપિયાથી વધુ કેશ ઉપાડશો તો તમારે ઓટીપી નાખવાનો રહેશે. જ્યારે તમે એટીએમ મશીનમાં કાર્ડ નાખશો તો ફોન પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા બાદ જ કેશ ઉપાડી શકશો. એક જાન્યુઆરી 2020થી આ નવો નિયમ લાગૂ છે. એસબીઆઈએ રેપો રેટ સાથે જોડાયેલ વ્યાજ દરમાં 0.25 ટકાની કટૌતી કરી છે. આનાથી 30 લાખ સુધીના હોમ લોન પર 468 રૂપિયાનો ફાયદો થશે.

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા લેણદેણ પર ફી નહિ લાગે. રૂપે કાર્ડ અને UPI ડિજિટલ ચૂકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહિ લાગે.

નવા વર્ષમાં સીનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમમાં 5 વર્ષથી પહેલા રૂપિયા નહિ ઉઠાવી શકો. જો કે આ નિયમ આ યોજનાના જૂના ખાતાં પર લાગૂ નહિ થાય.

નવા વર્ષના પહેલા દિવસે મોંઘુ થયુ રાંધણ ગેસ સિલિન્ડર, જાણો કિંમતનવા વર્ષના પહેલા દિવસે મોંઘુ થયુ રાંધણ ગેસ સિલિન્ડર, જાણો કિંમત

English summary
banking rules have been changed from 1st january 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X