For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએસએનએલ કર્મચારીઓ માટે ખુશખબર, આજે પગાર મળશે

બીએસએનએલ કર્મચારીઓ માટે આજે ખુશખબર છે. બીએસએનએલ કર્મચારીઓને આજે એટલે કે શુક્રવારે ફેબ્રુઆરી મહિનાનો પગાર મળી જશે.

|
Google Oneindia Gujarati News

બીએસએનએલ કર્મચારીઓ માટે આજે ખુશખબર છે. બીએસએનએલ કર્મચારીઓને આજે એટલે કે શુક્રવારે ફેબ્રુઆરી મહિનાનો પગાર મળી જશે. આપને જણાવી દઈએ કે આજે બીએસએનએલ ઘ્વારા બધા જ 1 લાખ 60 હજાર કર્મચારીઓને પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. આ વાતની જાણકારી કંપનીના સીએમડી અનુપમ શ્રીવાસ્તવે આપી છે. તેમને કહ્યું કે બીએસએનએલને માર્ચમાં મળનારા 2700 કરોડ રૂપિયામાંથી 850 કરોડ રૂપિયા તેઓ પગાર ચુકવવામાં ઉપયોગ કરશે.

BSNL

અનુપમ શ્રીવાસ્તવ આ મામલે હસ્તક્ષેપ કરવા માટે ટેલિકોમ મંત્રી મનોજ સિન્હાનો આભાર માને છે. તેમને એવું પણ કહ્યું કે બધા જ કર્મચારીઓને સમયસર પગાર મળશે. તેમને જાણકારી આપી કે માર્ચમાં વધારે રેવન્યુ મળે છે. તેમને કહ્યું કે અમને માર્ચમાં 2700 કરોડ રૂપિયા મળવાની આશા છે, જેમાંથી 850 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે.

રિલાયન્સ જિયો પછી ફક્ત બીએસએનએલના ગ્રાહકો વધ્યા

તેમને એવું પણ કહ્યું કે રિલાયન્સ જિયો પછી ફક્ત બીએસએનએલ એક માત્ર એવી ટેલિકોમ કંપની છે, જેમના ગ્રાહકો વધ્યા છે. તેના કારણે તેમનો રેવન્યુ પણ વધ્યો છે. અનુપમ શ્રીવાસ્તવે બીએસએનએલ કર્મચારીઓનો પણ આભાર માન્યો, જેમને સુનિશ્ચિત કર્યું કે તેમની સેવાઓ ચાલુ રહે. તેમને કહ્યું કે ટેલિકોમ વિભાગના સહયોગથી આવનારા મહિનાઓમાં પગાર ચૂકવણીમાં કોઈ પણ વિલંબ નહીં થાય.

આ પણ વાંચો: જાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ

નોંધનીય છે કે લગભગ છ વર્ષથી કટોકટીમાંથી પસાર થઈ રહેલું બીએસએનએલ અને એમટીએનએલની સ્થિતિ સતત દયનિય બની રહી છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા મળી રહેલી સખત પ્રતિસ્પર્ધા અને તકનીકી રીતે આ બંને કંપનીઓને આધુનિક સાધનો અને અન્ય સુવિધાઓની ગેરહાજરીને લીધે તેમના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહી છે. હાલ, જ્યાં તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને 4 જી અને અન્ય અદ્યતન સુવિધા આપી રહી છે, ત્યાં બીએસએનએલ તેમની સ્પર્ધામાં ભાગ લેવા સક્ષમ નથી.

આ પણ વાંચો: નુકશાનમાં ચાલી રહેલા જેટ એરવેઝને પીએનબી તરફથી સહારો મળ્યો

રિલાયન્સ જિયો (reliance jio) ના લોન્ચિંગ પછી, દેશની લગભગ બધી મોબાઇલ કંપનીઓની નાણાકીય સ્થિતિ પર નકારાત્મક અસર પડી છે. આના માટે મુખ્ય કારણ એ છે કે રિલાયન્સ જિયો તરફથી લાંબા સમય સુધી મફત સેવા આપવી અને પછી ખૂબ ઓછા દરે ડેટા પ્રદાન કરવા. પરિણામે, બાકીની કંપનીઓને પણ તેમના દરો ઘટાડવાની ફરજ પડી છે. આના કારણે, દેશની મોબાઇલ કંપનીઓએ તેમની મોબાઇલ કંપનીઓ મોટા ઓપરેટર્સને વેચી દીધી છે.

English summary
BSNL Employees Will Get Salary Today On 15th March
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X