For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2017: શિક્ષણ ક્ષેત્રને બજેટથી શું અપેક્ષા છે?

1 ફેબ્રુઆરી 2017ના રોજ બજેટ રજૂ થવાનું છે. ત્યારે તમામ વર્ગો તેનો આશ લગાવીને બેઠા છે જેમાં શિક્ષણ વિભાગ પણ આવે છે. ત્યારે જાણો શિક્ષણ વિભાગને તેનાથી શું આશા છે.

|
Google Oneindia Gujarati News

1 ફેબ્રુઆરી 2017ના રોજ બજેટ રજૂ થશે. જેનાથી તમામ વર્ગોના લોકો આશ લગાવીને બેઠા છે. આ બજેટથી અન્ય તમામ સંસ્થાનોની જેમ જ શિક્ષણ ક્ષેત્રને પણ આશા છે. શિક્ષણવદોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષા સ્તર સારું થવું જોઇએ જે માટે આવનારા બજેટમાં સારી એવી રકમ જોડાવી જોઇએ. શિક્ષાવિદ્દ સારાયૂ રામાચંદ્રનનું કહેવું છે કે બાળકો જ ભારતનું ભવિષ્ય છે. અને તે માટે તેમને વર્લ્ડ ક્લાસ ક્લાસરૂમ અને સેલેબર્સ આપવાની જરૂર છે.

ગત બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ઓછું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે આશા રખવામાં આવી રહી છે કે બજેટ ક્ષેત્રે વધુ રકમ આપવામાં આવે અને શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે.
નોંધનીય છે કે દેશની જનસંખ્યામાંથી 50 ટકા લોકોની ઉંમર 25 વર્ષથી નીચે છે. તેવામાં બજેટની મોટી અસર આ વર્ગ પર પડે છે. ત્યારે આ વર્ષે આશા રાખવામાં આવે છે કે કુલ જીડીપીના 10 ટકા બજેટ શિક્ષણ ખાતાને અપાય. આ બજેટમાં સરકારે વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે અને સ્કિલ ડેવલોપમેન્ટ માટે પણ 1700 કરોડ રૂપિયા આપ્યા છે. પણ શિક્ષણ ક્ષેત્ર માટે ગત વર્ષે બજેટ ખાલી 72,394 કરોડ રૂપિયા હતું. જો કે વર્ષ 2015માં વધુ બજેટ આપવામાં આવ્યું હતું પણ તે આ ક્ષેત્ર માટે પર્યાપ્ત નહતું. સરકારે જે બજેટ શિક્ષણ ક્ષેત્રને આપ્યું હતું તે જીડીપીના 6 ટકાથી પણ ઓછું છે.

સિંગાપુર મોડેલને અપનાવતા દેશમાં શિક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને વધારવું જોઇએ. જેનાથી દેશના યુવાનો વિદેશ જવાના બદલે ભારતમાં જ વિદેશની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ લઇ શકે. સાથે જ શિક્ષણ ગ્રહણ કરવાની તેમની ફી પણ ઓછી લાગે. બીજી તરફ એજ્યુકેશન ક્ષેત્રની ટેક્સની રકમ પણ સરકારી તિજોરીને મળતી રહે. વળી ઉચ્ચ શિક્ષણની લોન પર પણ ટેક્સની છૂટ મળે તેવી માંગ લાંબા સમયથી છે. નોંધનીય છે કે આજે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું અનેક યુવાનો માટે વિકટ પ્રશ્ન સમાન છે.

English summary
Budget 2017-18: Expectations from education sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X