For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2019: દેશભરમાં મુસાફરી માટે વપરાશે એક જ કાર્ડ, ટ્રેન-બસમાં કરી શકશો ઉપયોગ

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કર્યુ છે. આ કાર્ડનો ઉપયોગ રેલવે, બસ સહિત અવરજવરના ઘણા પ્રકારના સાધનોમાં ભાડાની ચૂકવણી કરવામાં આવી શકશે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કર્યુ છે. આ કાર્ડનો ઉપયોગ રેલવે, બસ સહિત અવરજવરના ઘણા પ્રકારના સાધનોમાં ભાડાની ચૂકવણી કરવામાં આવી શકશે. મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા બજેટમાં આજે નાણામંત્રીએ આ એલાન કર્યુ છે.

આ પણ વાંચોઃ આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણઆ પણ વાંચોઃ આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ

રુપે કાર્ડની મદદથી ચલાવી શકાશે

રુપે કાર્ડની મદદથી ચલાવી શકાશે

સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડનું એલાન કરવામાં આવ્યુ છે જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આ રુપે કાર્ડની મદદથી ચલાવવામાં આવશે જેમાં બસની ટિકિટ, પાર્કિંગનો ખર્ચો, રેલવેન ટિકિટ બધુ એક સાથે કરી શકાશે. આનાથી એક એટીએમ કાર્ડની જેમ કેશ કાઢી શકાશે. આનાથી મુસાફરીમાં સરળતાની વાત કહેવામાં આવી છે.

જળમાર્ગ પર ધ્યાન આપશે સરકાર

જળમાર્ગ પર ધ્યાન આપશે સરકાર

નાણામંત્રીએ કહ્યુ કે અમારી સરકાર દેશને આધુનિક બનાવી રહી છે. 657 કિમી મેટ્રોને ચાલુ કરવામાં આવી છે જ્યારે 300 કિમી નવા મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આગામી હેતુ દેશની અંદર જ જળ માર્ગ શરૂ કરવાનો છે. અમારુ લક્ષ્ય ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવાનું છે.

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યુ છે. મોદી સરકારના આ કાર્યકાળનું પહેલુ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે. કેબિનેટમાંથી બજેટને મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યુ. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યુ કે મજબૂત દેશ માટે મજબૂત નાગરિક જરૂરી છે. દેશના દરેક નાગરિક સુધી પહોંચવાની સરકારની કોશિશ ચાલુ છે.

English summary
budget 2019 Inter operable One Nation One transport card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X