For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2019: સીતારમણના બજેટ બાદ શું સસ્તું, શું મોંઘું, જુઓ આખી યાદી

બજેટ 2019: સીતારમણના બજેટ બાદ શું સસ્તું, શું મોંઘું, જુઓ આખી યાદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. બજેટમાં નાણામંત્રી તરફથી કેટલીય મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે. 2 કલાકમાં 10 મિનિટનું બજેટ ભાષણમાં ટેક્સને લઈ નવી ઘોષણા કરી છે. જે બાદ કેટલીક ચીજોના ભાવ વધશે અને કેટલીક ચીજો સસ્તી થશે. તો અહીં જાણો શું મોંઘું થશે અને શું સસ્તું થશે.

આ વસ્તુ સસ્તી થશે

આ વસ્તુ સસ્તી થશે

બજેટ 2019માં મુખ્ય રૂપે હોમ લોનના દરમાં ઘટાડાનું એલાન થયું. બજેટ બાદ હોમ લોન સસ્તી થશે, જેનાથી ઘર ખરીદવું સહેલું થશે. બાદમાં ઈલેક્ટ્રિક કાર્સ પણ સસ્તી થશે. ભાવ ઘટાથી આ કાર્સના ઉપયોગમાં પણ વધારો થશે. ઈલેક્ટ્રોનિક વાહનોની ખરીદી પર લેવાયેલ લોન પર સરકાર 1.5 લાખ રૂપિયાની કર છૂટ આપશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં રાહત આપી છે. વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈથી ઈન્શ્યોરેન્સ સસ્તું થશે. આ ઉપરાંત સાબુ, શેમ્પુ, વાળનું તેલ, ટૂથપેસ્ટ, ડિટરજેન્ટ, વિજળી, ઘરેલૂ સામાન જેમ કે પંખો, લેમ્પ, બેગ, સેનિટરી વિયર, બોટલ, કંટેનર, વાસણ, ગાદલાં, બિસ્તર, ચશ્માની ફ્રેમ, વાંસનાં ફર્નિચર, અગરબત્તી, નમકીન, સૂકાં નારિયેળ, સેનેટરી નેપકિન, ઉન સસ્તાં થશે.

આ મોંઘું થશે

આ મોંઘું થશે

પેટ્રોલ-ડઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 1 રૂપિયા વધારી દેવામાં આવી છે. એવામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો તસે. સોના પર પણ ડ્યૂટી 10થી 12.5 ટકા કરવામાં આવ્યો છે. સોનાના ભવ પણ વધશે, ચાંદી અને બીજી ધાતુઓ પર પણ ડ્યૂટી વધારવામાં આવી છે. સિગરેટ અને તમાકુના ઉત્પાદન પણ આ બજેટ બાદ મોંઘા થઈ જશે. આવક શુલ્કમાં વધારો થવાથી કેટલીય અન્ય ચીજોના ભાવ પણ વધશે. આયાતિત પુસ્તકો પર પાંચ ટકાનો શુલ્ક લાગશે. ઑટો પાર્ટ્સ, સિંથેટિક રબર, પીવીસી, ટાઈલ્સ પણ મોંઘા થઈ જશે. સોના-ચાંદી ઉપરાંત ઑપ્ટિક ફાઈબર, સ્ટેનલેસ ઉત્પાદન, મૂળ ધાતુના ફિટિંગ્સ, ફ્રેમ અને સામાન, એસી, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનોના હોર્ન, સિગરેટ વગેરે મોંઘા થયા છે.

'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન 'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન

એનડીએના બીજા કાર્યકાળનું પહેલું બજેટ

એનડીએના બીજા કાર્યકાળનું પહેલું બજેટ

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ પાસેથી બજેટને મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે મજબૂત દેશ માટે મજબૂત નાગરિક જરૂરી છે, દેશના દરેક નાગરિક સુધી પહોંચવાની સરકારની કોશિશ છે.

English summary
budget 2019: these products will turn costlier, and many products will be cheaper
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X