For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2020: આવકવેરાની છૂટના નામે થઈ ગઈ લૂંટ

મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે સંસદમાં રજૂ કરેલ બજેટ પ્રસ્તાવમાં આવક વેરાની છૂટના નામે લૂંટ જેવુ કામ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે સંસદમાં રજૂ કરેલ બજેટ પ્રસ્તાવમાં આવક વેરાની છૂટના નામે લૂંટ જેવુ કામ કરી દીધુ છે. સરકારે આવકવેરામાં નવી વ્યવસ્થાં કોઈ પણ પ્રકારની છૂટ ન લેતા લોકોને રાહત આપવાની ઘોષણા કરી છે પરંતુ દેશના 100 ટકા નોકરિયાત લોકો સાથે આ વ્યવસ્થા લૂંટ જેવી સાબિત થશે. આ રીતે બજેટ 2020માં આવેલ આવકવેરાનો પ્રસ્તાવ નોકરિયાત લોકોને ભારે પડશે.

બજેટ 2020માં શું છે પ્રસ્તાવ

બજેટ 2020માં શું છે પ્રસ્તાવ

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના આવકવેરા પ્રસ્તાવમાં કહ્યુ છે કે
5 લાખ સુધી કોઈ આવકવેરો નહિ
5 લાખથી 7.5 લાખ સુધી આવકવેરો 10 ટકા
7.5 લાખથી 10 લાખ સુધી આવકવેરો 15 ટકા
10 લાખથી 12.5 લાખ સુધી આવકવેરો 20 ટકા
12.5 લાખથી 15 લાખ સુધી આવકવેરો 25 ટકા
15 લાખથી વધુની વાર્ષિક આવક પર હવે આવકવેરા તરીકે 30 ટકા આપવા પડશે.

જાણો શું થશે નુકસાન

જાણો શું થશે નુકસાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ છે કે જો કોઈ વ્યક્તિ આવકવેરો બચાવવા માટે રોકાણ કરીને કોઈ છૂટ નહિ લે તો તેને નવા આવકવેરા ટેક્સ સ્લેબનો લાભ મળશે. પરંતુ જો કોઈ નોકરિયાત વ્યક્તિ આવકવેરાની નવી વ્યવસ્થામાં જવા ઈચ્છે તો તેને ભારે નુકશાન થશે. આ નુકશાન એ રીતે હશે કે તેણે પોતાના ફંડના પૈસા કપાવવા પડશે પરંતુ નવી વ્યવસ્થામાં તેની છૂટ નહિ લઈ શકે. આ રીતે તેના પૈસા કપાશે પણ અને તે આવકવેરાની છૂટ પણ નહિ લઈ શકે.

જાણો કેટલુ થશે નુકશાન

જાણો કેટલુ થશે નુકશાન

જો તમે નોકરિયાત છો અને તમારી વાર્ષિક આવક ટેક્સેબલ આવક 7.5 લાખ રૂપિયા છે તો જાણી લો કે તમને કેટલુ નુકશાન થશે. જો તમારા આ વેતનથી વર્ષભરમાં 50,000 રૂપિયા પીએફ રૂપે કપાય છે તો તમને નવી આવકવેરા વ્યવસ્થામાં કોઈ છૂટ નહિ મળે. બજેટના પ્રસ્તાવો હેઠળ જો તમે કોઈ પણ પ્રકારની આવકવેરા છૂટ લેશો તો નવી વ્યવસ્થામાં નહિ આવી શકો. એટલે દેશનો નોકરિયાત વ્યક્તિ આ બજેટ પ્રસ્તાવનો ફાયદો નહિ લઈ શકે અને જો આવુ કરવાનો પ્રયાસ કરશે તો તેને ફંડમાંથી કાપેલા પૈસાનો ફાયદો નહિ મળે. આ રીતે જેટલા પૈસા ફંડ તરીકે કપાશે, લગભગ એટલુ જ નુકશાન જ થશે.

જાણીએ જાણકારોનુ મંતવ્ય

જાણીએ જાણકારોનુ મંતવ્ય

સીએ પવન શંખધરના જણાવ્યા અનુસાર બજેટ પ્રસ્તાવોને પહેલી નજરે જોવા પર આ નુકશાન દેખાઈ રહ્યુ છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે સરકાર બજેટ સત્ર દરમિયાન આના પર ધ્યાન આપશે અને નોકરિયાત લોકોને આ નુકશાનથી બચાવશે. તેમનુ કહેવુ છે કે ફંડની કપાત એક અનિવાર્ય કપાત છે, એવાં સરકારે આ મુદ્દે ધ્યાન આપવુ જ પડશે.

આ પણ વાંચોઃ ઈતિહાસમાં સૌથી લાંબુ ભાષણ પરંતુ તેમાં કંઈ પણ નથી, ખોખલુ હતુઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ ઈતિહાસમાં સૌથી લાંબુ ભાષણ પરંતુ તેમાં કંઈ પણ નથી, ખોખલુ હતુઃ રાહુલ ગાંધી

English summary
Budget 2020 income tax exemption will harmful for employed people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X