• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: નાણમંત્રી નિર્મલા સીતારમણ સામે હશે આ 5 પડકારો

આપણે અહીં એ 5 પડકારો પર ફોકસ કરી રહ્યા છે જેના પર નાણામંત્રીએ ધ્યાન આપવુ જોઈએ.
|
Google Oneindia Gujarati News

Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એક ફેબ્રુઆરીએ એવા સમયમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જ્યારે સેંસેક્સમાં ઐતિહાસિક ઉછાળોથી રોકારણકારોને ભારતીય અર્થવ્યવસ્થામાં ભરોસો વધ્યો છે. આ એ સમય પણ છે જ્યારે લાગી રહ્યુ છે કે દેશની ઈકોનૉમી કોરોના વાયરસ મહામારીના ઝટકામાંથી બહાર નીકળી રહી છે. એવામાં નાણામંત્રી તરફથી બજેટમાં કરાતી ઘોષણાઓ આવતા નાણાકીય વર્ષમાં ઈકોનૉમિક રિકવરી અને તેના વિકાસની દિશા નક્કી કરશે. પરંતુ ભલે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક અને અને ચોથા ત્રિમાસિકે ભારતીય અર્થવ્યવસ્થા માટે આશાના દીપ પ્રગટાવ્યા હોય પરંતુ કેન્દ્ર સરકાર પાસે પડકારોની કમી નથી. આપણે અહીં એ 5 પડકારો પર ફોકસ કરી રહ્યા છે જેના પર નાણામંત્રીએ ધ્યાન આપવુ જોઈએ.

માંગ વધારવા પર જોર

માંગ વધારવા પર જોર

એ વાતમાં કોઈ બેમત નથી કે સરકાર તરફથી લેવામાં આવેલ પગલાંના કારણે મહામારીની અર્થવ્યવસ્થા પર પડનારી અસર અટકી ગઈ છે. દેશ સતત બે ત્રિમાસિકમાં જીડીપીમાં ઘટાડાના કારણે આવેલી મંદીમાંતી ધીમે ધીમે બહાર નીકળી રહ્યો છે. જો કે દેશની ઈકોનૉમીની રિકવરીના ઘણા સંકેત છે તેમછતાં તેની માંગ(Demands) માટે વર્તમાન અનિશ્ચિતતા અર્થશાસ્ત્રીઓને હજુ પણ પરેશાન કરી રહી છે. અમુક વિશેષજ્ઞોએ સરકારને કહ્યુ છે કે તે એવા પગલાં લે જેનાથી માંગ વધે અને ખપતમાં આવેલી કમીને રોકવાની કોશિશ કરે જેના કારણે સરકારના રાજકોષને પણ થઈ રહ્યુ છે. જો કે છેલ્લા ત્રણ મહિનામાં જીએસટી (GST)ના વધુ કલેક્શનથી એ સંકેત મળી રહ્યા છે કે ખપતમાં વધારો થયો છે. જો કે સંભાવના છે કે સરકાર લોકો વચ્ચે ખપત વધારવા માટે વધુ રાહતની ઘોષણા કરી શકે છે જેનાથી લઘુ અને મધ્યમ સમયમાં ઈકોનૉમિ રિકવરીમાં મદદ મળી શકે છે.

રોજગારના અવસર પેદા કરવા પડશે

રોજગારના અવસર પેદા કરવા પડશે

અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરવા (economic growth) છતાં ભારતમાં રોજગાર( employment)નુ સ્તર મહામારી પહેલાના સ્તરે પણ પહોંચી શક્યુ નથી. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમી(CMIE)ના જણાવ્ય મુજબ સાચુ તો એ છે કે બેરોજગારી (unemployment)નુ સ્તર ફરીથી વધવા લાગ્યુ છે. વિશેષજ્ઞોએ સરકારને સલાહ આપી છે કે રોજગારના અવસર વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (infrastructure), મેન્યુફેક્ચરીંગ(manufacturing) અને રિયલ એસ્ટેટ (real estate) સેક્ટર પર વધુ ખર્ચ કરો. 2021માં આશા છે કે મોટી કંપનીઓ વધુ લોકોને રોજગાર આપશે. પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઘણા વેપાર હજુ પણ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે અને જ્યાં સુધી તેમને સરકાર તરફથી મદદ ન મળે ત્યાં સુધી તેમના માટે રોજગાર પેદા કરવાનુ સંભવ નથી લાગી રહ્યુ. એવામાં નાણામંત્રી પાસે અપેક્ષા છે કે તે કેન્દ્રીય બજેટ 2021(Union Budget 2021) માં એવા પગલાં લેશે કે રોજગારના વધુ અવસર પેદા થઈ થાય.

વિકાસોન્મુખી રોકાણ

વિકાસોન્મુખી રોકાણ

સરકારે એવા સેક્ટરમાં રોકાણ પર ફોકસ કરવુ પડશે જે દેશના વિકાસ માટે જરૂરી છે. એક્સપર્ટનુ મંતવ્ય છે કે સરકારે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર ખર્ચ વધારવો જોઈએ, જેનાથી છેવટે વધુ રોજગારની તકો પેદા(job creation) થશે. પૂર્વ આરબીઆઈ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને(economist Raghuram Rajan)પણ સરકારને કહ્યુ છે કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (public infrastructure projects)પર ખર્ચ વધારો જેનાથી બાદમાં રાજકોષ ચક્રને નક્કી કરવા, રોજગાર પેદા કરવા અને ખાનગી રોકાણમાં મદદ મળશે.

સસ્તી આરોગ્ય સેવાઓ

સસ્તી આરોગ્ય સેવાઓ

રાહતની વાત એ છે કે દેશે કોરોના વાયરસ મહામારી દરમિયાન હેલ્થકેર(Healthcare) સિસ્ટમના પડકારોનો સામનો કર્યો છે. કારણકે સસ્તી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતાની આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિશેષજ્ઞોની લાંબ સમયથી માંગ રહી છે. ગયા બજેટમાં આ લોકો આરોગ્ય સેવાઓ માટે રાખવામાં આવેલ ધનથી સંતુષ્ટ નહોતા અને તેમના જણાવ્યા મુજબ આને જીડીપી (GDP)ના 2.5 ટકા સુધી વધારવાની જરૂર છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે સરકાર આ દિશામાં આવનારા બજેટ 2021માં શું પગલાં લેવા જઈ રહી છે પરંતુ વિશેષજ્ઞ ઈચ્છે છે કે સસ્તી સેવાઓ (affordable healthcare)ને વધુ વધુ લોકો સુધી પહોંચાડવાની દિશામાં વધુ પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત તે આરોગ્ય અને મેડિકલ ખર્ચા(health and medical expenses) પર લાગતા ટેક્સ(taxation) ને પણ વધુ તાર્કિક બનાવવાની માંગ કરી રહ્યા છે.

રાજકોષીય ખાધ અને વેચાણ

રાજકોષીય ખાધ અને વેચાણ

બજેટ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે રાજકોષીય ખાધ અને વેચાણ(Fiscal deficit & divestments)પર પણ ફોકસ કરવાનો પડકાર હશે. કોરોના મહામારી દરમિયાન વધુ ઉધારી અને ખર્ચે પણ રાજકોષીય ખાધ વધારી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આનુ જો અનુમાન લગાવવામાં આવ્યુ હતુ તેનાથી આ લગભગ બમણુ હોઈ શકે છે. બીજી તરફ 2020માં મોટાભાગના ત્રિમાસિકમાં રાજસ્વ પર ભારે માર પડી છે. એવામાં સરકાર માટે ઈકોનૉમિક રિકવરીની ગતિને જાળવી રાખવા માટે વેચાણ એક બહુ મહત્વપૂર્ણ રસ્તો હોઈ શક છે. સરકાર આના દ્વારા ખર્ચ માટે રકમ ભેગી કરી શકે છે.

PM મોદીએ કર્યા 'નેતાજી'ને નમન - દેશ તમારા સમર્પણને યાદ રાખશેPM મોદીએ કર્યા 'નેતાજી'ને નમન - દેશ તમારા સમર્પણને યાદ રાખશે

English summary
Budget 2021: Know the 5 challenges before Finance Minister Nirmala Sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X