For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોન કૉલ્સ બની શકે છે મોંઘા, સ્પેક્ટ્રમ ફીને મંજૂરી

|
Google Oneindia Gujarati News

spectrum
નવી દિલ્હી, 8 નવેમ્બર : કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાન ટેલિકોમ ઓપરેટર્સને એકવારમાં સ્પેક્ટ્રમ ફી ચૂકવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ કારણે ફોન કૉલના દરો મોંઘા બની શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં અધિકાર પ્રાપ્ત મંત્રી સમૂહે આ સૂચનને સ્વીકારી લીધું છે. મંત્રી સમૂહે જણાવ્યું છે કે દરેક ટેલિકોમ ઓપરેટર કંપનીએ એક જ વારમાં સ્પેક્ટ્રમ ફી ચૂકવી દેવી જોઇએ.

અધિકાર પ્રાપ્ત મંત્રી સમૂહે જીએસએમ સેવા પ્રદાન કરનારી કંપનીઓને 4.4 મેગાહર્ટ્ઝથી વધારેના 2જી સ્પેક્ટ્રમની ચૂકવણી કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે સીડીએમએ કંપનીઓને 2.5 મેગાહર્ટ્ઝથી વધારે સ્પેક્ટ્રમ માટે લાયસન્સની અવધિ માટે ચૂકવણી કરવી પડશે.

મંત્રીસમૂહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે 12 નવેમ્બરથી શરૂ થનારી હરાજી જે મૂલ્ય પર કરવામાં આવે તે મૂલ્યને આની સાથે જોડવામાં આવે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીમંડળે જીએસએમ કંપનીઓને માટે સ્પેક્ટ્રમ વેચાણ મૂલ્યને ફી તરીકે લેવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સીડીએમએ કંપનીઓ માટે ટેલિકોમ વિભાગ અલગથી ફી માળખું રજૂ કરશે.

આ પહેલા ટેલિકોમ વિભાગે અનુમાન લગાવ્યું હતું કે ફીથી સરકારી તિજોરીને 30,927 કરોડ રૂપિયાની આવક થશે. જો કે સીડીએમએ ઓપરેટર્સ માટે કેટલી ફી વસૂલ કરવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી તેનાથી સરકારી તિજોરીને કેટલી આવક થશે તે એત્યારે કહેવું મુશ્કેલ છે.

English summary
Calls can be expensive, one-time spectrum fee approved.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X