For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર ઈન્સ્યોરન્સ પોલિસી વિશે મેળવો તમામ માહિતી

છેલ્લા કેટલાક દિવસોમાં તમે સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન, રિશી કપૂર સહિતની બોલીવુડ સેલિબ્રિટીના કેન્સર ટ્રીટમેન્ટ વિશે વાંચ્યું હશે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોમાં તમે સોનાલી બેન્દ્રે, ઈરફાન ખાન, રિશી કપૂર સહિતની બોલીવુડ સેલિબ્રિટીના કેન્સર ટ્રીટમેન્ટ વિશે વાંચ્યું હશે. કેન્સર એક એવી બીમારી છે, જે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ બીમારી જીવલેણ છે, જો કે તેની ટ્રીટમેન્ટ થઈ શકે છે, પરંતુ તેનો ખર્ચ લાખો કરોડો રૂપિયા સુધીનો આવી શકે છે. એટલે સામાન્ય લોકોમાં કેન્સર સામે ઝઝૂમવાનું સાહસ નહિવત્ હોય છે. કેન્સર જેવી બીમારી સામે લડવાની તાકાત આપવા માટે લાઈફ ઈન્સ્યોરન્સ કંપની કેન્સર સાથે જોડાયેલી પોલિસીનો પ્રચાર કરે છે. તો જાણીએ કેટલી જરૂરી છે આ કેન્સર પોલિસી.

આ પણ વાંચો: કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ? રિજેક્શન અટકાવવાના ઉપાય

60 લાખ રૂપિયા સુધી મળે છે કવર

60 લાખ રૂપિયા સુધી મળે છે કવર

તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં થતા દરેક છઠ્ઠા મૃત્યુ પાછળ કેન્સર કારણભૂત છે. કેન્સરની સારવાર પાછળ થતો ખર્ચ ઓછો કરવા માટે કેન્સર પોલિસી ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે સમ ઈન્સ્યોર્ડ 60 લાખ સુધીનો હોઈ શકે છે. આ પોલિસી કેન્સરની શરૂઆતથી લઈને એડવાન્સ સ્ટેજ સુધી કવર આપે છે. બીમારીની જાણ થવા પર પોલિસીના આધારે 3થી 5 વર્ષ સુધી ભવિષ્યનું પ્રિમીયમ નથી લેવાતું, જેથી પોલિસી હોલ્ડર પર ઓછો ભાર આવે.

સહેલી છે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા

સહેલી છે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા

કેન્સર પોલિસીમાં ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા સહેલી છે. આ ફિક્સ્ડ પોલિસી હોય છે, જે ડાયગ્નોસિસ થતા પહેલા નક્કી રકમ આપે છે. રેગ્યુલર હેલ્થ ઈન્સ્યોરન્સ કવર ફક્ત હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ રિએમ્બર્સ કરે છે, પરંતુ કેન્સર પોલિસીનો ઉપયોગ રિકવરી દરમિયાન ઈન્કમ લોસની પણ ભરપાઈ કરી આપે છે. આ ઉપરાંત પ્રીમિયમ વેરિએન્ટ્સ મુજબ વધુ સમ એશ્યોર્ડનો પણ વિકલ્પ છે, જેમાં ક્લેમ ફ્રી યર માટે કવર 10 ટકા વધી જાય છે.

આ લાભ છતાંય આ પોલિસીને સારો રિસ્પોન્સ નથી મળી રહ્યો. ભારતમાં કેન્સર પ્રોડક્ટ લોન્ચ કરાયા છે, અને જાગૃતિ આણવા, આ બીમારીના કેસ વધવા પર મેડિકલ સપોર્ટ સુધારવા અને સારવારનો ખર્ચ વધવા સાથે કેન્સર કવર લેવાની સંખ્યા પણ વધી શકે છે.

કેન્સરના કવર

કેન્સરના કવર

લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ કરતા સ્ટાર હેલ્થ કવર થોડું જુદા પ્રકારનું કેન્સર કવર આપે છે. જે લોકોને પહેલા કે બીજા સ્ટેજમાં કેન્સરની માહિતી મળે છે સ્ટાર હેલ્થ આવા દર્દીઓે કવર આપે છે. આ પાયલટ બેઝ પર લોન્ચ કરાયું છે. આ પ્રોડક્ટ રેગ્યુલર હોસ્પિટલાઈઝેશન ખર્ચની સાથે બીજી વખત બીમારી થવાનું જોખમ, મેટાસ્ટેટિક્સ, સેકન્ડ કેન્સર અને ફર્સ્ટ કેન્સરથી અલગ મેલિગેન્સીને પણ કવર કરે છે.

પોલિસી વિશે મેળવો યોગ્ય માહિતી

પોલિસી વિશે મેળવો યોગ્ય માહિતી

પોલિસી વિશે નિર્ણય લેતા પહેલા તેના અંગેની તમામ માહિતી બરાબર મેળવી લો. જીવન વીમા કંપનીઓ કેન્સર પોલિસીમાં કેન્સરના શરૂઆતના સ્ટેજ માટેનો કવરેજ સમ ઈન્સ્યોર્ડ 20થી 25 ટકા જેટલો રહે છે. કેન્સરને કારણે આગળના સ્ટેજમાં થતા ક્લેમ પર શરૂઆતના સ્ટેજમાં જો કોઈ ક્લેમ પર પેમેન્ટ થાય તો આ રકમને સમગ્ર સમ ઈન્સ્યોર્ડમાંથી બાદ કરીને ચૂકવવામાં આવે છે. જો કે કેટલાક પ્લાન કેન્સરના એડવાન્સ સ્ટેજમાં પણ સમ ઈન્સોયર્ડના 150 ટકા સુધીનું પેમેન્ટ કરે છે.

ખાસ પ્રકારના કેન્સર કે એક જ અંગને વારંવાર અસર કરતા કેન્સર અંગેના ક્લેમને પોલિસીમાં આવરી લેવાયો છે કે નહીં તે પણ તપાસ કરવી જરૂરી છે. દાખલા તરીકે એગોન લાઈફની પોલિસી સ્કીન કેન્સર કવર નથી કરતી. કેન્સર પોલિસીમાં 180 દિવસનો સર્વાઈવલ પિરીયડ અને સાત દિવસનો સર્વાઈવલ પિરીયડ હોય છે.

યૌન રોગમાં નથી મળતું કવર

યૌન રોગમાં નથી મળતું કવર

પહેલેથી થયેલી બીમારીને તો કવર નથી જ અપાતું. HIV, સેક્સ્યુઅલ બીમારી કે કંનેનાઈટલ કંડિશન કે રેડિયેશન અથવા રેડિયોએક્ટિવિટીના સંપર્કમાં આવવાથી થનારા કેન્સરને પણ આ પોલિસી કવર નથી કરતી. જો કોઈ બીજા પ્રકારની ગંભીર બીમારી હોય તો કેન્સર કવર નહીં ચાલે. ગંભીર બીમારીને કવર કરતી પોલિસી અથવા રાઈડર માત્ર બીમારીમાં કામ આપી શકે છે.

English summary
Cancer Insurance Policy Details Know Here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X