For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈટી રિટર્ન ભરવાની તારીખમાં થયો બદલાવ, જાણો નવી તારીખ

નાણાકીય વર્ષ 2018-19 માટે આવક વેરા રિટર્ન (આઇટીઆર) દાખલ કરવાની તારીખ એક મહિના સુધી લંબાવાઈ છે.

|
Google Oneindia Gujarati News

નાણાકીય વર્ષ 2018-19 માટે આવક વેરા રિટર્ન (આઇટીઆર) દાખલ કરવાની તારીખ એક મહિના સુધી લંબાવાઈ છે. અત્યાર સુધી આ તારીખ 31 જુલાઈ હતી, જે વધીને હવે 31 ઓગસ્ટ 2019 થઇ ગઈ છે. હવે 31 ઓગસ્ટ 2019 સુધી લોકો પેનલ્ટી વગર ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) કેન્દ્ર સરકાર તરફથી તેની જાહેરાત કરવામાં આવી છે. ઇનકમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) લેટ ફાઈલ કરાવવા પર, લોકોને 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

income tax

સીબીડીટીએ ડેટ વધારવાનું કારણ જણાવ્યું

સીબીડીટીએ તેના આદેશમાં જણાવ્યું છે કે કેટલાક ટેક્સપેયર્સને ટીડીએસ પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થયો છે. આ લોકોની મુશ્કેલીઓને જોતાં આઇટીઆર ફાઇલ કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉના મહિનામાં, આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ફોર્મ 16 ટીડીએસ પ્રમાણપત્ર આપવા માટેની સમય સીમાને 25 દિવસ વધારીને 10 જુલાઇ 2019 કરી હતી. ઇનકમ ટેક્સ વિભાગે પ્રથમ ટેક્સ રિટર્ન અને ટીડીએસ પ્રમાણપત્રોના ફોર્મેટમાં ફેરફાર કર્યા હતા. ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. આ કારણોસર, તેના વિતરણમાં વિલંબ થયો છે.

આ પણ વાંચો: ITR ભરવામાં વિલંબ થતાં જાણો શું થશે તમારી સાથે, સતર્ક રહો

આઇટીઆર ફાઇલિંગમાં વિલંબ પર થાય છે દંડ

જો કોઈ નિર્ધારિત તારીખ સુધી પોતાનું આઇટીઆર ફાઇલ કરી શકતું નથી, તો ડિસેમ્બર સુધી ફાઇલ કરવા પર રૂ. 5000 નો દંડ પણ આપવો પડે છે. જો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ 1 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે ફાઇલ કરવામાં આવે છે, તો આ દંડ વધીને 10 હજાર રૂપિયા થઇ જાય છે. પરંતુ આ વખતે લોકો 31 જુલાઈની જગ્યાએ 31 ઓગસ્ટ, 2019 સુધી પોતાનું ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) પેનલ્ટી વગર ફાઇલ કરી શકે છે.

આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ માટે આપવા પડશે આ ડોક્યુમેન્ટ

English summary
Change in date of filing IT return, Check new date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X