For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિસાન ક્રેડિટ કાર્ડ માટે આપવા પડશે આ ડોક્યુમેન્ટ

મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. હવે કિસાન ક્રેડિટ કાર્ડની અરજી કર્યા બાદ માત્ર 14 દિવસમાં જ ખેડૂતોને કાર્ડ મળી જશે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. હવે કિસાન ક્રેડિટ કાર્ડની અરજી કર્યા બાદ માત્ર 14 દિવસમાં જ ખેડૂતોને કાર્ડ મળી જશે. મોદી સરકારે ખેડૂતોને શાહુકારોના ચંગુલમાંથી છોડાવવા આ અભિયાન શરૂ કર્યું છે. તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડ પર ધ્યાન અપાઈ રહ્યું છે, જેથી ખેડૂતો કોઈ વ્યક્તિના બદલે બેન્કો પાસેથી સસ્તા દરે લોન લઈને ખેતીને આગળ વધારી શકે. આ માટે સરકારે બેન્કોને કડક આદેશ આપ્યા છે કે અરજીના 15 દિવસ એટલે કે બે સપ્તાહમાં કિસાન ક્રેડિટ કાર્ડ બની જવું જોઈએ. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે સરકારે ગામડાઓમાં અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: આધારના દરેક ખોટા ઉપયોગ પર થશે 10-10 હજારનો દંડ, જાણો તૈયારી

કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ખેડૂતોએ કેટલાક મહત્વના દસ્તાવેજ આપવા પડશે. એટલા માટે ગામડામાં જે કેમ્પ લગાવવામાં આવશે તેમાં ખેડૂતો પાસેથી ઓળકનો પુરાવો, રેસિડેન્સ પ્રૂફ, આધાર કાર્ડ, જમીનનો રેકોર્ડ અને ફોટો આપવાનો રહેશે. આટલામાં જ કેસીસી બની જશે. જિલ્લા સ્તરની બેન્કર્સ કમિટી ગામમાં કેમ્પ લગાવવા માટે કાર્યક્રમ બનાવશે, જ્યારે રાજ્ય સ્તરની કમિટી તેનું ધ્યાન રાખશે. તેમાં સૌથી મોટી બૂમિકા જિલ્લાના લીડ બેન્ક મેનેજરની હશે. કૃષિ અને કિસાન કલ્યા મંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં માહિતી આપી કે હવે બેન્કોએ અરજીના 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું પડશે.

7 કરોડ ખેડૂતો પાસે છે કિસાન ક્રેડિટ કાર્ડ

7 કરોડ ખેડૂતો પાસે છે કિસાન ક્રેડિટ કાર્ડ

તમને જણાવી દઈએ કે હાલ ફક્ત દેશના 7 કરોડ ખેડૂતો પાસે જ કિસાન ક્રેડિટ કાર્ડ છે, જ્યારે દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. આમ થવાનું કારણ એ છે કે બેન્કોએ આ માટે ખૂબ જ જટિલ પ્રક્રિયા રાખી છે, જેથી ખેડૂતોને ઓછી લોન આપવી પડે. બીજી બાજુ સરકારની ઈચ્છા જુદી જ છે. સરકાર પાસે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ટાર્ગેટ છે. એટલે તેઓ ઈચ્છે છે કે ખેડૂતો વ્યાજખોરો પાસેથી ઉધાર લઈને આત્મહત્યા કરવાના બદલે બેન્ક પાસેથી સસ્તા વ્યાજે પૈસા લઈને ખેતી કરે. એટલે સરકારે બેન્કોને કેસીસી બનાવવા માટે જે ફી લાગતી હતી તે પણ બંધ કરાવી દીધી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું કહેવું છે કે સરકાર દરેક ખેડૂતને કેસીસી આપવા ઈચ્છે છે. એટલે રાજ્યોમાં સાથે મળીને કામ કરી રહી છે. જે રાજ્યોમાં ઓછા કિસાનોએ તેનો લાભ લીધો છે ત્યાં કેન્દ્ર સરકારની ટીમ મુલાકાત કરશે.

કેસીસી દ્વારા લોન લેવા પર લાગશે માત્ર 4 ટકા વ્યાજ

કેસીસી દ્વારા લોન લેવા પર લાગશે માત્ર 4 ટકા વ્યાજ

તમને જણાવી દઈએ કે જો ખેડૂતો વ્યાજખોરો પાસેથી પૈસા લે તો વાર્ષિક 24 ટકા વ્યાજ ચૂકવવું પડે, જ્યારે કેસીસી દ્વારા લોન લેવા પર તેમને વાર્ષિક માત્ર 4 ટકા વ્યાજ જ ચૂકવવું પડે છે. દાખલા તરીકે હાલ બેન્કો પાક લોન પર વાર્ષિક 9 ટકા વ્યાજ વસુલે છે તો ખેડૂતોએ માત્ર 4 ટકા વ્યાજ આપવું પડશે. કારણ કે શરૂમાં વ્યાજમાં જ 2 ટકા સબસિડી મળી જાય છે. બાદમાં જો ખેડૂત સમયસર લોન ચૂકવી દે તો વ્યાજમાં 3 ટકાની છૂટ મળે છે. એટલે જો તમારે ખેતી માટે લોન જોઈએ બેન્ક જાવ અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવો. તમને 3 લાખની લોન મળશે.

English summary
how to make kisan credit card from bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X