For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ITR ભરવામાં વિલંબ થતાં જાણો શું થશે તમારી સાથે, સતર્ક રહો

ITR ભરવામાં વિલંબ થતાં જાણો શું થશે તમારી સાથે, સતર્ક રહો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથઈ શરૂ થઈ 31 માર્ચે ખતમ થાય છે. 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયા બાદ લોકોની કાનૂની જવાબદારી છે કે તેઓ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે. આ વખતે લોકોને નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનો ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. જેના માટે લોકોને 4 મહિનાનો સમય મળે છે, એટલે કે 31 જુલાઈ 2019 સુધી લોકોએ ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરી દેવો પડશે. જો આ દરમિયાન તમે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં ચૂકી જાઓ ચો તો તમારે દંડ ભરવો પડી શકે છે. જી હાં, આ દંડની સાથે લોકો 31 માર્ચ 2020 સુધી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકે છે.

આવકવેરા વિભાગની નોટિસ મળી શકે

આવકવેરા વિભાગની નોટિસ મળી શકે

જો કોઈએ 31 જુલાઈ 2019 સુધી પોતાનું આઈટી રિટર્ન ફાઈલ ન કર્યું તો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી શકે છે. માટે હજુ પણ સમય છે, તમે આઈટી રિટર્ન ફાઈલ કરી કાનૂની સમસ્યાઓથી બચી શકો છો..

કેટલી પેનલ્ટી લાગશે

કેટલી પેનલ્ટી લાગશે

દેશના ઈનકમ ટેક્સ કાનૂનમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવ 2017ના બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ કર્યો હતો. આ પેનલ્ટી નાણાકીય વર્ષ 2017-18થી લાગુ થઈ ગયો છે. અગાઉ આ નિયમ નહોતો અને અસેસિંગ ઑફિસર નક્કી કરતા હતા કે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં મોડું થવા પર કેટલી પેનલ્ટી લગાવવામાં આવે. ઈનકમ ટેક્સ એક્ટમાં સેક્શન 234એફના સામેલ થવાથી રિટર્ન લેટ ફાઈલ થવા પર પેનલ્ટી અનિવાર્ય થઈ ગઈ છે. 31 જુલાઈ 2019 બાદ અને 31 ડિસેમ્બર 2019 સુધી તમે રિટર્ન ફાઈલ કરો છો, તો 5000 રૂપિયા લેટ ફાઈન લગાવવામાં આવી શકે છે. જો 1 જાન્યુઆરી 2020થી લઈ 31 માર્ચ 2020 સુધી રિટર્ન ફાઈલ કરવા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવી શકે છે.

નાના કરદાતા પર ઓછી પેનલ્ટી

નાના કરદાતા પર ઓછી પેનલ્ટી

જો કોઈ નાનો કરદાતા છે, જેની કુલ કમાણી 5 લાખ રૂપિયાથી ઓછી છે, અને તે 31 માર્ચ પહેલા રિટર્ન ફાઈલ કરે છે, તો એવા અધિકારી પર મહત્તમ લેટ ફીના રૂપમાં 1000 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. જોઈ કોઈ ટેક્સપેયર્સની કુલ ઈનકમ ટેક્સ સ્લેબ છૂટના દાયરામાં આવે છે તો તેને મોડું રિટર્ન ફાઈલ કરવા પર કોઈ પેનલ્ટી નહિ લાગે.

શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ગણાવ્યા રણછોડ દાસ ગાંધી, બોલ્યા-આ કારણે કોંગ્રેસ સંકટમાંશિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ગણાવ્યા રણછોડ દાસ ગાંધી, બોલ્યા-આ કારણે કોંગ્રેસ સંકટમાં

English summary
Know what will be going to happen on delaying the ITR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X