For Quick Alerts
For Daily Alerts
સરકારે 15 ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની નોંધણી ફરજિયાત બનાવી
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : હવેથી તમારા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો જેવા કે ટેલિફોન, ટેબલેટ, પ્રિન્ટર અને સ્કેનર પૂરતી તપાસ કરીને જ તમારા સુધી પહોંચશે. સુરક્ષા માપદંડોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવા માટે સરકારે 15 ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે નોંધણી ફરજિયાત બનાવી છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવાવામાં આવ્યું છે કે નિર્ધારિત કરવામાં આવેલા સુરક્ષા માપદંડોનો કડક રીતે અમલ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી વિભાગે એક આદેશ જાહેર કર્યો છે. આ નોંધણી આગામી વર્ષે 7 માર્ચથી અમલમાં આવશે.
સરકારે જે 15 ઉત્પાદનોની નોંધણી ફરજિયાત બનાવી છે તેમાં વીડિયો ગેમ્સ, લેપટોપ અને ટેબલેટ, પ્લાઝમા, એલસીડી, એલઇડી ટેલિવિઝન, માઇક્રોવેવ ઑવન, પ્રિન્ટર અને સ્કેનર, ટેલિફોન આન્સરિંગ મશીન, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સિસ્ટમનો સમાવેશ થાય છે.
નવા નિયમ મુજબ બીએસઇ સ્ટાન્ડર્ડમાં નોંધણી કરાવ્યા વિના કોઇ પણ કંપની આ ઉત્પાદનોનો વેપાર કરી શકશે નહીં. કંપનીઓએ નોંધણી કરાવી પોતાના ઉત્પાદનનો પર આઇએસઆઇ માર્ક લગાવી ખાતરી આપવી પડશે કે ઉત્પાદનો નિર્ધારિક માપદંડો અનુસાર ગુણવત્તા ધરાવે છે. આ નિયમ નિર્યાત કરવામાં આવનારા ઉત્પાદનો પર અમલી નહીં બને.