કિંગફિશરને ઝટકો, બેન્કો કરશે કડકાઇથી ઉઘરાણી

બેન્કોએ જણાવ્યું છે કે તેમણે એરલાઇન્સને લોન ચૂકવવા માટે ખુબ જ સમય આપ્યો હતો, પરંતુ પાણી હવે માથાની ઉપર જઇ રહ્યું છે. કિંગફિશરને આપેલી લોન કેવી રીતે વસૂલમાં આવે તેના પર દરેક બેન્ક અગલ અગલ નિર્ણય લેશે.
કિંગફિશર એરલાઇન્સને સૌથી વધારે લોન એસબીઆઇએ આપી હતી. એસબીઆઇએ કિંગફિશર પાસેથી 1600 રૂપિયા વસૂલવાના છે. ત્યાંજ કિંગફિશર એરલાઇન્સમાં પીએનબી અને આઇડીબીઆઇ બેન્કના 800-800 કરોડ રૂપિયા ફસાયેલા છે. જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાને કિંગફિશર પાસેથી 650 કરોડ રૂપિયા વસૂલવાના છે. જ્યારે બીઓબીએ કિંગફિશરને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી.
દરેક બેન્કો આપેલી લોન પાછી માગી રહી છે પરંતુ એરલાઇન્સના સીઇઓને આશા છે કે કિંગફિશર ફરી ઉડાન ભરશે. તેમજ વિજય માલ્યાએ પોતે દરેક કર્મચારીઓની બાકી રહેલી સેલરી પણ ચૂકતે કરવાનું જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
