For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સ સામે ક્રિમિનલ કેસ દાખલ

|
Google Oneindia Gujarati News

kingfisher-airlines-with-vijay-malya
મુંબઇ, 15 મે : ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કિંગફિશર એયરલાઈન્સનાં મોટા દેવાને વસુલવા એક તરફ બેન્ક તેમની સંપત્તિની હરાજી કરવાની તૈયારીમાં છે, ત્યાં લેણદારોએ કંપની વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો છે.

એરપોર્ટ ઓપરેટર ઓફ ઇન્ડિયા (એએઆઈ)એ કિંગફિશર એયરલાઈન્સ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. એએઆઈનું કહેવું છે કે માલ્યાની એયરલાઈન્સ કંપની પર તેમનાં 300 કરોડ રૂપિયા બાકી છે. કિંગફિશરે એએઆઈને આ દેવુ ભરપાઈ કરવા 117 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બાઉન્સ થઈ ગયો છે.

એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, તેમણે 183 કરોડ વસુલવા માટે કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ સિવિલ કેસ (દીવાની મુકદ્દમો) પણ દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કિંગફિશર એરલાઇન્સ આ ચૂકવણા ભરી શકે છે અને તે માટે વિજય માલ્યા તેમની અન્ય કંપનીઓની મદદ લે છે કે પછી કિંગફિશર એરલાઇન્સની તમામ પ્રોપર્ટીને વેચીને તે વસૂલ કરવામાં આવે છે.

English summary
Criminal case against Kingfisher airlines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X