કિંગ ફિશરની મુશ્ક્લીઓ વધી, 15 વિમાનોના રજીસ્ટ્રેશન રદ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક અરૂણ મિશ્રાએ જણાવ્યું હતું કે ડીજીસીએ કિંગફિશરના બીજા વિમાનોનું રજીસ્ટ્રેશન રદ કરવા સંબંધમાં ઇન્કમ ટેક્ષના અધિકારીઓ અને એરપોર્ટ સંચાલકો સાથે આગામી અઠવાડિયે વાત કરશે. જો કે વિજય માલ્યાની કંપની કિંગફિશર હાલ ખરાબ સ્થિતીમાંથી પસાર થઇ રહી છે. કંપનીનું નુકસાન એટલું વધી ગયું છે કે તે પોતાના કર્મચારીઓને પગાર પણ આપી શકતી નથી. સરકારે પહેલાં પણ રાહત આપતાં કિંગફિશરને સમય આપ્યો હતો, પરંતુ જ્યારે કંપની સરકારની શરતોને પુરી કરવામાં નિષ્ફળ નિવડી તો સરકારે આ પગલાં ભરવા પડ્યાં છે.
વિમાન ભાડે આપવા માટે નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવનાર કંપની એરક્રાફ્ટ લેસર ઇન્ટરનેશનલ લીઝ ફાયનેન્સ કોર્પોરેશન આઇએલએફસીએ કહ્યું છે કે તે કિંગફિશરને ભાડે આપેલા એક વિમાનને પહેલાંથી પાછું લઇ લીધું છે. ભારતીય એરપોર્ટ ઓથોરાઇઝેશનના અધ્યક્ષ વી પી અગ્રવાલે જણાવ્યું હતું કે કિંગફિશર પાસે ભાડા પેટે લેવામાં આવેલા 15 વિમાન છે આ ઉપરાંત તેની પાસે ખરીદેલા વધુ 10 વિમાન પણ છે.












Click it and Unblock the Notifications
