For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aadhar માટે હવે એક જ વાર અપડેટ થશે બર્થ ડેટ

જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી છે, તો તેને સુધારવાની હવે માત્ર એક જ તક મળશે. હવે તમે આધારમાં છપાયેલી ડેટ ઓફ બર્થ એક જ વાર બદલી શકો છો.

|
Google Oneindia Gujarati News

જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી છે, તો તેને સુધારવાની હવે માત્ર એક જ તક મળશે. હવે તમે આધારમાં છપાયેલી ડેટ ઓફ બર્થ એક જ વાર બદલી શકો છો. આ વાતની માહિતી ખુદ આધાર ઓથોરિટી UIDAIએ આપી છે. જણાવી દઈએ કે UIDAIએ ટ્વિટ કરીને કહ્યું છે કે આધાર કાર્ડની ડિટેઈલ્સમાં હવે ડેટ ઓફ બર્થ એક જ વખત અપડેટ કરી શકાશે.

આધારમાં એડ્રેસ છોડીને બાકીની તમામ માહિતી અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર સુધી જવું પડે છે. એટલે ડેટ ઓફ બર્થ પણ આધાર કેન્દ્ર પર જઈને જ બદલાવી શકાય છે. આ માટે હંમેશા ડેટ ઓફ બર્થનું પ્રમાણ પત્ર કે વેલિડ ડોક્યુમેન્ટ સાથે રાખો.

આ શરતો રાખો યાદ

આ શરતો રાખો યાદ

આ ઉપરાંત UIDAIએ ડેટ ઓફ બર્થ અપડેશનને લઈને એક શરત પણ રાખી છે. કોઈ પણ આધાર કાર્ડમાં હાલની ડેટ ઓફ બર્થ અને બદલાવીને જે ડેટ ઓફ બર્થ રાખવાની છે તેની વચ્ચે 3 વર્ષથી વધુનું અંતર ન હોવું જોઈએ. જો આવું હશે તો તમારી અરજી રદ થઈ શકે. તમારે આ માટે રીજનલ આધાર ઓફિસ જવું પડશે.

અપડેશનની ફી છે 50 રૂપિયા

અપડેશનની ફી છે 50 રૂપિયા

આધારમાં ડેમોગ્રાફિક ડિટેઈલ્સ એટલે કે નામ, એડ્રેસ, ઈમેઈલ આઈડી, ફોન નંબર અપડેટ કરાવવા, બાયો મેટ્રિક અપડેશન માટે 50 રૂપિયાની ફી લાગે છે. તો eKYC દ્વારા આધાર સર્ચ/ફાઈન્ડ આધાર/કે અન્ય કોી ટૂલ દ્વારા A4 શીટ કલર પ્રિન્ટ માટે 30 રૂપિયા ચાર્જ લાગે છે.

આ સર્વિસ પર પણ છે ચાર્જ

આ સર્વિસ પર પણ છે ચાર્જ

સક્સેસફુલ રીતે આધાર જનરેટ કરાવવા 100 રૂપિયા ચૂકવવા પડશે. તો અનિવાર્ય બાયોમેટ્રિક અપડેશન 5/15 વર્ષ માટેનો ચાર્જ પણ 100 રૂપિયા છે. બાયોમેટ્રિકમાં ફિંગર પ્રિન્ટ અને આંખની રેટિનાનું સ્કેન પણ થાય છે.

જો આ બંનેના રિવાઈઝ્ડ ચાર્જ માટે રજિસ્ટ્રાર માટે કેટલીક શરતો આ મુજબ છે.

- મશીનનો માલિક રજિસ્ટ્રાર હોવો જોઈએ.
- સુપરવાઈઝર અને વેરિફાયર રજિસ્ટ્રારના એમ્પલોઈ હોવા જોઈએ.
- ઓપરેટર રજિસ્ટ્રારનો રેગ્યુલર કે ડિરેક્ટ કોન્ટ્રેક્ટ એમ્પલોઈ હોવો જોઈએ. અથવા તેને મેનપાવર હાયરિંગ એજન્સી માન્ય કે UIDAI દ્વારા ઈમ્પેનલ્ડ હોવો જોઈએ.

આધાર અપડેટ ડોક્યુમેન્ટ અપલોડ

આધાર અપડેટ ડોક્યુમેન્ટ અપલોડ

- જ્યારે તમે પરિવર્તન માટે અરજી કરો છો, ત્યારે તેના પુરાવા પણ આપવા પડશે. ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર અને જેન્ડર બદલવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. પરંતુ નામ, બર્થ ડેટ અને એડ્રેસ બદલવા તેને લગતા દસ્તાવેજ આપવા પડશે.

- નામ બદલાવવા માટે તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી આપવું પડશે. જેમાં પાસપોર્ટ, પેન કાર્ડ, રેશન/પીડીએસ ફોટો કાર્ડ, વોટર આઈડી અને ડ્રાઈવિંગ લાઈસન્સ માન્ય છે.

- બર્થડેટ બદલવા માટે તમારે જન્મ પ્રમાણ પત્ર, સેકન્ડરી બોર્ડનું પાસિંગ સર્ટિફિકેટ કે પાસપોર્ટની ઝેરોક્ષ આપવી પડશે.

- એડ્રેસ બદલવા માટે પ્રૂફ ઓફ એડ્રેસ આપવું પડશે. જેમાં પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ, બેન્ક પાસબુક, પોસ્ટ ઓફિસ અકાઉન્ટ બુક, રેશન કાર્ડ અને વોટર કાર્ડ માન્ય છે.

- ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે થોડું ધ્યાન રાખો. તમે જે પ્રૂફ જમા કરાવો છો તે સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી હોવી જોઈએ. અને 2 પરિવર્તન માટે એક જ ડોક્યુમેન્ટ ન આપો. તેના માટે બે જુદા જુદા પ્રૂફ આપવા વધુ સારું છે.

અપડેટ માટે મોબાઈલ નંબર છે જરૂરી

અપડેટ માટે મોબાઈલ નંબર છે જરૂરી

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવા માટે તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. કારણ કે અપડેશનની પ્રક્રિયા દરમિયાન રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી રિસીવ થશે.

જો તમારી પાસે મોબાઈલ નંબર નથી તો તમે આધાર એનરોલમેન્ટ સેન્ટર જઈને તે અપડેટ કરાવો. બાદમાં જ તમે આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શક્શો. ભારતીય નાગરિકો પોતાનું નામ, એડ્રેસ, જેન્ડર, બર્થ ડેટ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જ ઓનલાઈન અપડેટ કરી શકે છે. અન્ય પરિવર્તન માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર કે અપડેટ સેન્ટર જવું પડશે.

English summary
do you know aadhaar date birth only once you can update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X