For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુગલ પર આ 10 ચીજો સર્ચ કરવાથી ભારે નુકશાન થઈ શકે છે

આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તરત ગુગલ પર સર્ચ કરતા હોઈએ છીએ. કંઈ પણ જાણવું હોય તો તરત ગુગલ પાસેથી જાણી લઈએ છીએ.

|
Google Oneindia Gujarati News

આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તરત ગુગલ પર સર્ચ કરતા હોઈએ છીએ. કંઈ પણ જાણવું હોય તો તરત ગુગલ પાસેથી જાણી લઈએ છીએ. જો આપણને પહેલેથી કોઈ વસ્તુની જાણકારી છે તો તેને Google સર્ચ કરવાની જરૂર નથી. તે માટે તમારે સીધુ તે એડ્રેસ પર જવું જોઈએ. ગુગલમાં સીધુ એ એડ્રેસ નાખી તમે ગુગલના માધ્યમથી ત્યાં સુધી પહોંચી જશો. ગુગલ પર દેખાતી તમામ જાણકારી સાચી હોય તે જરૂરી નથી. તો આવો તમને જણાવીએ કે કઈ કઈ ચીજોને તમારે ગુગલ પર સર્ચ કરવી નહિં.

ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ

ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ

જો તમે તમારી બેંકની વેબસાઈટ જાણો છો તો તમારે ગુગલ પર બેંકની ઓનલાઈન બેંકિંગ યુઆરએલ સર્ચ કરવાની જરૂર નથી. સ્કેમર બેંકની ઓફિશ્યલ વેબસાઈટને મળતા પેજ બનાવે છે, જેનું એડ્રેસ અને લુક ઓફિશલ વેબસાઈટથી સામાન્ય અંતર ધરાવે છે. હંમેશા યુઝર્સ આવી ખોટી સાઈટ પર બેંકિંગ ડિટેલ્સ નાખી દે છે અને ફ્રોડનો ભોગ બને છે. જેથી ઓનલાઈન બેંકિંગ વેબસાઈટ ગુગલ પર સર્ચ કરશો નહિં.

સ્ટોક માર્કેટ અથવા રોકાણને લગતી સલાહ

સ્ટોક માર્કેટ અથવા રોકાણને લગતી સલાહ

સ્ટોક માર્કેટ અને ઈન્વેસ્ટમેન્ટ હાઈ રિસ્ક વાળા સેક્ટર છે અને તેમાં પૈસા લગાવવા માટે Googleની વાત માનવી ભારે પડી શકે છે. એક ગુગલ સર્ચ પરથી કોઈ કંપનીને સારી ગણવી અને તેના શેયર ખરીદવા એ મુર્ખામી ભર્યો નિર્ણય સાબિત થઈ શકે છે. આવું કરવા કરતા તમે એક્સપર્ટસની સલાહ લો અને ગુગલ સર્ચ કરશો નહિં.

ઈ-કોમર્સ વેબસાઈટ

ઈ-કોમર્સ વેબસાઈટ

ગુગલ પર ખરીદી માટે ઈ-કોમર્સ વેબસાઈટ સર્ચ ન કરો. કારણ કે ફ્રોડ ડિસ્કાઉન્ટ ઓફર્સ દેખાડતી અનેક વેબસાઈટ તમને સર્ચમાં દેખાશે. જેનો ટાર્ગેટ તમને જાળમાં ફસાવવાનો હોય છે. વિશ્વાસપાત્ર ઈ-કોમર્સ સાઈટ પર ખરીદી કરવી યોગ્ય રહે છે. સારી ડીલ મેળવવાની લાલચમાં તમારે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે.

ડિસ્કાઉન્ટ કૂપન

ડિસ્કાઉન્ટ કૂપન

જો શોપિંગ સાઈટ કે એપ પર તમને નોટીફિકેશન કોડ મળે છે તો સારી વાત છે, જો કે આવા કોડની શોધમાં ગુગલ સર્ચની મદદ લેશો નહિં. અનેક ફ્રોડ સાઈટ પર તમને ફેક કૂપન કોડ્સ મળી રહેશે અને બદલામાં તમારી બેંકિંગ ડિટેલ્સ પણ સ્કેમર પાસે પહોંચી જશે.

સરકારી વેબસાઈટ

સરકારી વેબસાઈટ

બેંકિંગ વેબસાઈટની જેમ જ ટેક્સ ફાઈલ કરવા કે ગેસ બુકિંગ જેવી સુવિધાઓ માટે બનાવેલ સરકારી વેબસાઈટ પણ આવા અટેકર્સની પ્રાઈમરી ટાર્ગેટ હોય છે. તમારે ઓળખવાની જરૂર હોય છે કે તે ઓરીજનલ વેબસાઈટ છે કે નકલી. જેથી સારુ રહેશે કે તમે સાઈટને ગુગલ પર સર્ચ કરશો નહિં. પણ સાચો યુઆરએલ નાખી સાઈટ પર જાવ.

કસ્ટમર કેયર નંબર

કસ્ટમર કેયર નંબર

ફ્રોડ અને સ્કેમ કરનારા Google પર કંપનીઓ અને ફ્રોડ કસ્ટમર કેયર નંબર અને વેબસાઈટ યુઝર્સને ફસાવવા માટે દેખાડે છે. આવા અનેક કેસો સામે આવ્યા છે, જેમાં ગુગલ પર કસ્ટમર કેયર નંબર સર્ચ કર્યા બાદ કૉલ પર યુઝર્સ સાથે ફ્રોડ થયુ હોય. કોઈ કંપનીનો કસ્ટમર કેયર નંબર ગુગલ પર સર્ચ કરવાનું ટાળવું જોઈએ અને કંપનીની ઓફિશયલ સાઈટ કે એપથી જ કસ્ટમર કેયર નંબર લેવો જોઈએ.

એપ્સ કે સોફ્ટવેયર

એપ્સ કે સોફ્ટવેયર

જો તમે તમારા સ્માર્ટ ફોન માટે એપ અને સોફ્ટવેયર ગુગલ પર સર્ચ કરી ડાઉનલોડ કરો છો તો આવું કરશો નહિં. ગુગલ પ્લે યા એપલ એપ સ્ટોરથી જ એપ ડાઉનલોડ કરો, કારણ કે ગુગલ સર્ચમાં મળનારા અનેક એપ ફેક હોય છે, જે તમને નુકશાન કરી શકે છે.

દવાઓ અને રોગના લક્ષણો

દવાઓ અને રોગના લક્ષણો

કોઈ બિમારી કે તેના લક્ષણો ગુગલ પર સર્ચ કરશો નહિં અને દવાઓ માટે ગુગલ સર્ચના ભરોસે ક્યારેય રહેશો નહિં. કોઈપણ પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે જવાથી સારો વિકલ્પ કોઈ હોઈ શકે નહિં. ગુગલ સર્ચમાં બતાવેલ દવાઓ ખરીદવી અને ખાવી નુકશાન કારક છે, જેથી આવું કરશો નહિં.

સોશ્યલ મિડિયા

સોશ્યલ મિડિયા

સોશ્યલ મિડિયા સાઈટ પર લોગ-ઈન કરવું છે તો તેનું લોગ-ઈન પેજ ગુગલ પર સર્ચ કરશો નહિં. સીધું સાઈટ કે એડ્રેસ કે એપ પર જાવ. ગુગલ પર સર્ચ કરી સોશ્યલ સાઈટ પેજ પર જવું અને લોગ-ઈન ડિટેલ નાખવું તમને ફિશિંગ અટેક્સનો શિકાર બનાવી શકે છે. આ રીતે તમારો યુઝર્સનેમ અને પાસવર્ડ અટેકર્સની પાસે પહોંચી શકે છે.

ફ્રી એન્ટીવાયરસ એપ

ફ્રી એન્ટીવાયરસ એપ

ગુગલ પર તમે પીસી માટે મફત એન્ટીવાયરસ કે સોફ્ટવેયર સર્ચ કરશો નહિં. કારણ કે અનેક ફેક પ્રોડક્ટસ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. જે તમને નુકશાન કરાવી શકે છે. સાથે જ ઓરિજનલ અને ફેર સોફ્ટવેયરમાં અંતર કરવું ઘણું મુશ્કેલ છે, જેથી સાવધાન રહો.

આ પણ વાંચો: ભારત પર આર્થિક મંદીના વાદળો વિશે જાણો શું કહે છે એક્સપર્ટ્સ

English summary
Doing these 10 things on Google can be a huge loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X