For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Business Tips: ઘરે બેઠા જોરદાર કમાણી કરી શકો છો

જો થોડી સમજદારી દાખવો તો ઘરે બેઠા મોટી કમાણી કરી શકો છો. કેટલાક કામ એવા હોય છે જે ઘરે બેસીને આસાનીથી શરૂ કરી શકાય છે અને તેમને ચલાવી પણ શકાય છે.

|
Google Oneindia Gujarati News

જો થોડી સમજદારી દાખવો તો ઘરે બેઠા મોટી કમાણી કરી શકો છો. કેટલાક કામ એવા હોય છે જે ઘરે બેસીને આસાનીથી શરૂ કરી શકાય છે અને તેમને ચલાવી પણ શકાય છે. અહીં અમે તમને એવા 5 કામની માહિતી આપીશું, જે ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે. એવામાં નાસભાગ કરવાની જરૂર નથી હોતી. બસ વેપાર શરૂ કરવા માટે શરૂઆતમાં લોકોને મળવું પડે છે. કેટલીક વાર તો કામ ઓનલાઈન જ પતી જાય છે.

આ પણ વાંચો: મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ બની કરો કમાણી

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ બની કરો કમાણી

વેપારી જગતમાં આજકાલ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની ખૂબ જ ડિમાન્ડ છે. એટલે આ ક્ષેત્રમાં સારી શરૂઆત કરી શકાય છે. આ કામ બિઝનેસ કે પછી ઓનલાઈન કોઈ કંપની સાથે ટાઈઅપ કરીને કરી શકાય છે. આ માટે તમારે કંપનીની પ્રોડક્ટ, ક્વોલિટી અને ભાવને લઈ ગ્રાહકોના મત વિશે માહિતી મેળવવાની હોય છે. આ કામ પાર્ટ ટાઈમ બિઝનેસ તરીકે પણ કરી શકો છો. આ કામમાં રિસર્ચ કરીને કંપનીને ડેટા અને ગ્રાહકોનો ફીડબેક આપવાનો હોય છે. આ દરમિયાન તમારા પ્રોડક્ટની ક્વોલિટીને લઈને બીજા પ્રોડક્ટની તુલના કરવાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ કામ કરીને તમે દર મહિને 20 થી 30 હજારની કમાણી કરી શકો છો.

ફાઈનાન્સિયલ એડવાઈઝર તરીકે કરો કમાણી

ફાઈનાન્સિયલ એડવાઈઝર તરીકે કરો કમાણી

જો તમારી પાસે નાણા બજારની માહિતીની સાથે સાથે પોતાનું કમ્પ્યુટર કે લેપટોપ હોય છે, આ કામ તમે ઘરે બેસીને પણ શરૂ કરી શકો છો. આ કામ જો ઓનાલઈન કરશો તો તમારે ઓફિસની પણ જરૂર નથી, પરંતુ જો કામ ઓફિસ બનાવીને કરવા માગો છો, તો આ પણ શક્ય છે. આ કામ દરમિયયાન તમારે ગ્રાહકોને મળવું પડે છે, ક્યારેક પ્રેસ કોન્ફરન્સમાં પણ જવું પડે છે. આ ઉપરાંત તમે ગ્રાહકોને નાણાકીય સલાહ પણ આપી શકો છો. આ કામ કરીને દર મહિને સહેલાઈથી 30 હજારની કમાણી કરી શકો છો. હા અહીં તમારે નાણાકીય ક્ષેત્રની કંપનીઓ સાતે જોડવાની અને ડિગ્રીની જરૂર પડે છે.

ઓનલાઈન અકાઉન્ટન્ટ બનવાની તક

ઓનલાઈન અકાઉન્ટન્ટ બનવાની તક

ઓનલાઈન અકાઉન્ટનટનું કામ કરીને પણ સારી કમાણી કરી શકાય છે. આજકાલ આ કામની મોટી ડિમાન્ડ છે. આવી કંપનીઓ સાથે આરામથી કામ કરી શકાય છે. આ કામમાં દર મહિને 15થી 20 હજારની કમાણી કરી શકાય છે, પરંતુ આ કામ એ લોકો જ કરી શકે છે, જેની પાસે અકાઉન્ટસની માહિતી અને પ્રોફેશનલ ડિગ્રી હોય.

ગ્રાફિક ડિઝાઈનરની વધી રહી છે માગ

ગ્રાફિક ડિઝાઈનરની વધી રહી છે માગ

આજકાલ મીડિયા હાઉસ, ફિલ્મો અને એડ એજન્સીઓમાં ગ્રાફિક ડિઝાઈનરની માગ વધી રહી છે. અહીં તમે પ્રોજેક્ટ પ્રમાણે ઘરે બેસીને કામ કરી દર મહિને 15થી 20 હજારની કમાણી કરી શકો છો. આ કામ કરવા માટે તમારી પાસે ગ્રાફિક ડિઝાઈનિંગના લેટેસ્ટ સોફ્ટવેર હોવા જરૂરી છે. તમારી પાસે જેટલી ક્રિએટિવ સ્કીલ વધુ હશે, તેટલી જ કમાણી વધુ થશે.

એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર

એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર

નવા નવા ફીચર્સના ફોન, કમ્પ્યુટર, લેપટોપ સતત લોન્ચ થઈ રહ્યા છે. એવામાં નવી એપ અને સોફ્ટવેર ડેવલપર્સ વધી રહ્યા છે. જો તમારી પાસે આ મામલાની ક્ષમતા છે તો તમારે પોતાનું કામ શરૂ કરવું અઘરું નથી. આ કામ દરમિયાન ઓનલાઈન ડેવલપમેન્ટ દ્વારા પૈસા કમાણી કરી શકો છો. આ કામ શરૂ કરીને તમે દર મહિને આરામથી 20થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો. પરંતુ આ કામ માટે સૌથી વધુ જરૂરી છે ક્રિએટિવ સ્કીલ, નવા સોફ્ટવેર ડેવલપિંગ આઈડિયા, નવી એપ્લિકેશન ડિઝાઈન અને પ્રોગ્રામ્સ, ફીચર્સ જનરેટ કરવાની ક્ષમતા.

English summary
Easy Way to Earn money via Work from home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X