ચૂંટણી ટ્રસ્ટ કંપનીઓને દાન પર કર છૂટ મળી શકશે
નવી દિલ્હી, 22 જુલાઇ : કંપનીઓના રાજકીય દાનની વ્યવસ્થામાં વધારે પારદર્શકતા લાવવા માટે સરકારે 'ચૂંટણી ટ્રસ્ટ કપનીઓ'નો માર્ગ મોકળો કરી દીધો છે. આવી કંપનીઓને વિવિધ રાજકીય પક્ષોને આપેલા ધન કે દાનની રકમ પર કર છૂટ મળી શકશે.
આ નવા પગલાં અંતર્ગત એકમોએ બિન લાભકારી કંપનીઓને પોતાના નામ અંતર્ગત 'નિર્વાચક ટ્ર્સ્ટના રૂપમાં' પોતાની નોંધણી કરાવવાની છૂટ હશે. આ કારણે અન્ય વ્યવસાયોમાં જોડાયેલી કંપનીઓ સાથે તેમનું અંતર રહેશે. કંપની બાબતોના મંત્રાલયે કંપનીઓ માટે નામની ઉપલબ્ધતા દિશાનિર્દેશોમાં સંશોધન કર્યું છે. જેના કારણે તેમના માટે આવી કંપનીઓમાં નોંધણી વધારે સરળ બની જાય

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કંપની કાયદો 1956ની કલમ 25 અંતર્ગત 'ચૂંટણી ટ્રસ્ટ'ના નામની સાથે કંપનીની નોંધણીનીમંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થા ચૂંટણી ટ્રસ્ટ સ્કીમ 2013 અંતર્ગત કરવામાં આવી રહી છે.
મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારની કંપનીઓ નવા એકમમાં ગણાશે. નામ માટે નોંધણી કરાવવા સાથે તેમણે શપથપત્ર પણ આપવું પડશે કે આ નામ માત્ર સીબીડીટીની ચૂંટણી ટ્રસ્ટ યોજના અંતર્ગત કંપનીની નોંધણી કરાવવા માટે મેળવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
