For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 એપ્રિલથી ATM પર ખતરો, થઇ શકે છે હેક!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 માર્ચ: માઇક્રોસોફ્ટ પોતાના વિંડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ 8 એપ્રિલથી ખતમ કરવા જઇ રહ્યું છે. આ કારણે દુનિયાભરના મોટાભાગના એટીએમ સેવા સહિત બેંકિગ સેવાને અસર થઇ શકે છે. એટલું જ નહીં, વિંડોઝ એક્સપીને મળનાર વાઇરસ અપડેટના બંધ થવાથી એટીએમના હેક થવાની પણ સંભાવના છે.

ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને આ અંગે નિયંત્રણ માટે તાત્કાલિક પગલા ભરવા માટે બુધવારે નિર્દેશ જારી કરી દીધા છે. આરબીઆઇએ જણાવ્યું છે કે વિંડોઝ એક્સપી માટેનો સપોર્ટ ખત્મ થવાથી આ પ્રકારના સિસ્ટમ પર ઓનલાઇન હુમલો (હેંકિંગ)ની આશંકા વધી શકે છે, જેનાથી એટીએમ પરિચાલન પ્રભાવિત થઇ શકે છે.

આરબીઆઇએ જણાવ્યું કે 'માઇક્રોસોફ્ટના સપોર્ટ વગર આ પ્રકારના હુમલાથી બચવું મુશ્કેલ છે' ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટ પોતાના વિંડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમમાં વાઇરસ માટે અપડેટ વગેરે 8 એપ્રિલ 2014થી જારી કરવાનું બંધ કરી દેશે.

આપની જાણકારી માટે બતાવી દઇએ કે ભારતમાં લગભગ 1 લાખ 40 હજાર એટીએમ છે. વાયરસ એટેક અથવા હેકિંગથી એટીએમની સુરક્ષા સમાપ્ત થવાની સાથે સાથે ગ્રાહકોનો ડેટા પણ ચોરી શકે છે. અને થર્ડ પાર્ટી મની ટ્રાંસપર જેવી ઓનલાઇન ગેરરીતિઓ સર્જાઇ શકે છે.

atm
English summary
ATMs at risk of hacking and viruses as Windows XP support ends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X