For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF પર મળશે વધુ વ્યાજ, નિર્ણય 13 જાન્યુઆરીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: નવા વર્ષ નોકરિયાતો માટે ખુશખબરી લઇને આવી શકે છે. આ સમાચાર પીએફ પર મળનારા વ્યાજ સાથે જોડાયેલા છે. જો આ યોજનાને લાગૂ કરવામાં આવે તો નવું વર્ષ ખુશીઓની ભેટ લઇને આવશે. આ અંગે નિર્ણય આગામી 13 જાન્યુઆરીએ લેવામાં આવશે.

ઇપીએફઓએ ચાલુ નાણાંકીય વર્ષ 2013-14 માટે પીએફ જમા પર 8.5થી વધુ વ્યાજ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને 13 જાન્યુઆરીના 2014ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં રજૂ કરવામાં આવશે. જો પ્રસ્તાવિત દર પર સામાન્ય સમજૂતી બની જાય તો હાલના નાણાંકીય વર્ષમાં કર્મચારીઓને પીએફ જમા પર પહેલાંથી વધુ વ્યાજ મળી શકે છે. ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પુનગઠન બાદ આ પ્રથમ બેઠક હશે. બેઠકના એજન્ડામાં કેટલાક અન્ય મુદ્દા પણ છે. પરંતુ તેમાં મહત્વપૂર્ણ વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે.

money

તેમને કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ માટે પીએફ પર વ્યાજદર નક્કી કરવાનો પ્રસ્તાવ લાંબા સમયથી લટકેલો છે. ઇપીએફઓના અનુસાર સંગઠનની આર્થિક સ્થિતી સારી છે. એટલા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા દર 8.50 ટકાથી વધુ હોય શકે છે.

જાણકારોનું કહેવું છે કે ચૂંટણીના વાતાવરણમાં આકર્ષક વ્યાજદર નક્કી થવાની આશા છે. પરંતુ તેના માટે નાણામંત્રાલય દ્વારા લીલી ઝંડીની જરૂરિયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમા6 8.5 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. આ પહેલાં પૂર્વ પીએફ પર વ્યાજ દર 8.25 ટકા હતો.

English summary
Retirement fund body EPFO has rescheduled the meet of trustees to January 13 when it will announce interest rate on PF deposits for 2013-14 and may offer its over 5 crore subscribers a little more than 8.5 per cent given in 2012-13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X