For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારુતિ સુઝુકીના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર પર 110 કરોડના કૌભાંડનો આરોપ

મારુતિ સુઝુકીના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર પર 110 કરોડના કૌભાંડનો આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈએ મારુતિ સુઝુકીના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર સામે ફ્રોડનો મામલો નોંધ્યો છે. ખટ્ટર પર પંજાબ નેશનલ બેંક સાથે 110 કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડનો આરોપ છે. સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં પંજાબ નેશનલ બેંકને 110 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા માટે ખટ્ટર અને તેની કંપની કાર્નેશન ઑટો ઈન્ડિયા લિમેટેડનું નામ લીધું છે. ખટ્ટર 1993થી 2007 સુધી પોતે રિટાયર થયા ત્યાં સુધી મારુતિ સુઝુકી સાથે રહ્યા હતા. તેઓ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરના પદથી રિટાયર થયા હતા. સીબીઆઈએ નાણાકીય લેણદેણમાં કૌભાંડના આરોપમાં ખટ્ટર સામે કેસ નોંધ્યો છે. ખટ્ટર સિવાય અન્ય કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ પણ છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રનો મામલો નોંધવામાં આવ્યો છે.

jagdish khattar

શું કહે છે એફઆઈઆર

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે રિટાયરમેન્ટ બાદ ખટ્ટરે કોર્નેશન ઑટોની શરૂઆત કરી અને 2009માં આ કંપની માટે 170 કરોડ રૂપિાયની લોન લીધી. આ લોનને 2012ના પ્રભાવથી 2015માં એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ ઘોષિત કરી દેવામાં આવી. એજન્સીએ પંજાબ નેશનલની એક ફરિયાદ પર અપરાધિક ષડયંત્ર અને છેતરપિંડી સંબંધિત આઈપીસીની કલમો અંતર્ગત એફઆઈઆર નોંધાવી છે. જણાવી દઈએ કે કારનેશનને મોટા પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ, જેમાં પ્રેમજી ઈન્વેસ્ટમેન્ટ સામેલ છે, તેનાથી સમર્થન મળ્યું હતું. પરંતુ તેનું બિઝનેસ મોડલ, જેમાં કેટલાય બદલાવ થયા, અસફળ રહ્યા. 2017માં કંપનીને પીએનબી દ્વારા દિવાળીયા કાર્યાહી અંતર્ગત લાવવામાં આવી. પછી 2018માં મહિન્દ્રા ફર્સ્ટ ચૉઈસે કેટલીક સંપત્તિઓ સાથે બ્રાન્ડનું અધિગ્રહણ કરી લીધું હતું.

ખટ્ટરની સફર કેવી રહી

ખટ્ટર એક આઈએએસ અધિકારી છે, જેઓ આગળ વધતાં વધતાં 1999માં મારૂતિ ઉદ્યોગના એમડી બન્યા, એ સમયે આ એક સરકારી કંપની હતી. 2002માં મારુતિના ખાનગીકરણ બાદ સુઝુકીએ તેમને એમડીના રૂપમાં યથાવત રાખ્યા અને કંપનીને એવી વિદેશી ઑટો કંપનીઓ સાથેની આખરી પ્રતિસ્પર્ધામાં મદદ કરી, જે ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગી હતી. ખટ્ટર મારુતિથી 65 વર્ષની ઉંમરમાં રિટાયર થયા.

CAA: દિલ્હીમાં ફરી શરૂ થયું વિરોધ પ્રદર્શન, મંડી હાઉસમાં કલમ 144 લાગૂCAA: દિલ્હીમાં ફરી શરૂ થયું વિરોધ પ્રદર્શન, મંડી હાઉસમાં કલમ 144 લાગૂ

English summary
Ex Maruti MD Khattar booked by CBI in Rs. 110 Crore scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X