For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિયોનો આકર્ષક ફેસ્ટિવલ ઓફર, જુઓ કેટલા લાભ મળી રહ્યા છે

ફેસ્ટિવલ સીઝન દરમિયાન રિલાયન્સ જિયો એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. જિયો પોતાના જુના ગ્રાહકોને આ ફેસ્ટિવલ સીઝન દરમિયાન ઘણી સારી ઓફર આપી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ફેસ્ટિવલ સીઝન દરમિયાન રિલાયન્સ જિયો એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. જિયો પોતાના જુના ગ્રાહકોને આ ફેસ્ટિવલ સીઝન દરમિયાન ઘણી સારી ઓફર આપી રહ્યું છે. જેના હેઠળ તમે ફક્ત 501 રૂપિયામાં તમારા જુના જિયો ફોનના બદલામાં નવો જિયો ફોન ખરીદી શકો છો. આ ઓફર જિયોના નવા ગિફ્ટ કાર્ડ સાથે મળી રહી છે.

આ પણ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પેમેન્ટ બેન્કમાં ઝંપલાવવા તૈયાર

આ કાર્ડની કુલ કિંમત 1095 રૂપિયા છે જેને તમે ભેટ રૂપે તમારા પરિવાર અથવા મિત્રોને આપી શકો છો. રિલાયન્સ જિયો ફોન ગિફ્ટ કાર્ડ એમેઝોન ઇન્ડિયા વેબસાઈટ અથવા રિલાયન્સ જિયો ડિજિટલ સ્ટોરથી ખરીદી શકાય છે.

ફોન સાથે બીજી પણ ઘણી સુવિધાઓ

ફોન સાથે બીજી પણ ઘણી સુવિધાઓ

આપને જણાવી દઈએ કે જિયોએ મોન્સૂન હંગામા ઓફર હેઠળ આ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ ખરીદીને તમે કોઈ પણ બ્રાંડનું 2જી, 3જી અને 4જી ફોન બદલીને નવો જિયો ફોન ખરીદી શકો છો. તેમાંથી 501 રૂપિયામાં તમને નવો જિયો ફોન મળશે અને 594 રૂપિયામાં તમે 6 મહિના સુધી ફોનનું રિચાર્જ કરાવી શકો છો.

યુઝરને 90 જીબી ડેટા મળશે

યુઝરને 90 જીબી ડેટા મળશે

જયારે બીજી બાજુ સ્પેશ્યલ જિયો ફોન રિચાર્જમાં યુઝરને 6 મહિના સુધી અનલિમિટેડ વોઇસ કોલ, રોજ 500 એમબી ડેટા અને 300 એસએમએસ સુવિધા મળશે. એટલું જ નહીં પરંતુ જે જિયો યુઝર મોન્સૂન હંગામા હેઠળ જિયો ફોન લેશે તેમને 6 જીબી ડેટા વાઉચરનું ખાસ એક્સચેન્જ બોનસ પણ મળશે.

જિયો ફોનની ખાસિયત

જિયો ફોનની ખાસિયત

રિલાયન્સ જિયો ફોન બીજા ફીચર ફોન અનુસાર જ કેંડીબાર ડિઝાઇનનો છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે છે. તે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 205 ચિપસેટ પર કામ કરે છે. સ્ટોરેજ મામલે જિઓ ફોનમાં 312 એમબી રેમ અને 4 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. આ ફોન KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 2000mAh ક્ષમતા ધરાવતી બેટરી આપવામાં આવી છે, જે 15 દિવસ સુધી સ્ટેન્ડ બાય મોડ જેટલો સમય આપશે.

આ બધા જ ફીચર મળશે

આ બધા જ ફીચર મળશે

જિયો ફોનમાં યુટ્યુબ, વહાર્ટસપ, ફેસબૂક, ગૂગલ મેપ, જિયો મ્યુઝિક, જિયો સિનેમા સાથે બીજી પણ ઘણી ફેમસ એપ મળશે.

English summary
Exchange Your Old Phone For New Jio Phone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X