For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો

1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો

|
Google Oneindia Gujarati News

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ તમારી આસપાસના કેટલાય નિયમો બદલાઈ ગયા છે. 1 સપ્ટેમ્બરથી બેંકો સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ ગયા છે. તમારા બેંક ખાતા, ચેક પેમેન્ટ સહિત કેટલાય નિયમોમાં બદલાવ થઈ ચૂક્યો છે. બેંકિંગ નિયમો ઉપરાંત પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમ, એલપીજીના ભાવ, ડ્રાઈવિંગ, ઈન્સ્યોરન્સ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ થઈ ગયો છે. અમે તમને એવા બદલાવો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બેંક ખાતાં સાથે જોડાયેલા છે.

ચેક પેમેન્ટનો નવો નિયમ લાગૂ

ચેક પેમેન્ટનો નવો નિયમ લાગૂ

1 સપ્ટેમ્બરથી મોટાભાગની બેંકો પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના નિર્દેશ પર બેંકોએ આ ફેસલો લીધો છે. એક્સિસ બેંક તરફતી ખાતાધારકોને ઈમેલ, એસએમએસ દ્વારા આ જાણકારી આપવામાં આવી રહી છે. ખાતાધારકોને નવા નિયમ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરથી ચેક જાહેર કરતા પહેલાં ખાતાધારકોને આ અંગેની પૂરી ડિટેલ્સ બેંકમાં પહેલેથી આપવી પડશે. જો તમે ચેકની પૂરી જાણકારી પહેલેથી બેંકને નહીં આપો તો બેંક તમારે ચેક કેંસલ કરી શકે છે. RBIએ 50000 રૂપિયા અથવા તેનાથી વધુના ચેક પેમેન્ટ પર પોઝિટિવ પેમેન્ટ લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેને બેંકો પોતાની સુવિધાઅનુસાર અપનાવી શકે છે.

PNB આ નિયમ બદલશે

PNB આ નિયમ બદલશે

1 સપ્ટેમ્બરથી પંજાબ નેશનલ બેંક પોતાના ખાતાધારકોને ઝાટકો આપશે. પંજાબ નેશનલ બેંકે પોતાના ખાતાધારકોને જબરો ઝાટકો આપવાની તૈયારી કરી લીધી છે. બેંકે પોતાના ગ્રાહકોની બચત ઘટાડવાની તૈયારી કરી લીધી છે. બેંકે સેવિંગ અકાઉન્ટના વ્યાજ દરોમાં બદલાવ કરવાનો ફેસલો લીધો છે. પંજાબ નેશનલ બેંકે 1 સપ્ટેમ્બરથી સેવિંગ અકાઉન્ટના વ્યાજ દર ઘટાડવાનો ફેસલો લીધો છે. પીએનબીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ 1 સપ્ટેમ્બરથી સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરોમાં કટૌતી કરવામાં આવશે.

ઘર સુધી પહોંચશે સિક્કા

ઘર સુધી પહોંચશે સિક્કા

બેંક હવે જલદી જ ડોર સ્ટેપ બેંકિંગની શરૂઆત કરવા જઈ રહી ચે, જે અંતર્ગત હવે ગ્રાહકોને તેમના ઘરે જ સિક્કા પહોંચાડવામાં આવશે. જણાવી દઈએ કે આરબીઆઈએ બેંકોને પોતાના થોક ગ્રાહકો માટે નવી સુવિધા પ્રદાન કરવાની મંજૂરી આપી દીધી છે. RBIએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે બેંકોના પ્રોત્સાહનને પણ વધારી 65 રૂપિયા પ્રતિ બોરી કરી દીધું છે, જે પહેલાં 25 રૂપિયા હતું. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે 1 સપ્ટેમ્બરથી બેંકોની પ્રોત્સાહન રાશિ વધારી દીધી છે.

SBIના આ નિયમો બદલાઈ જશે

SBIના આ નિયમો બદલાઈ જશે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી પોતાના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી લે. આવું ના કરવા પર ટ્રાંજેક્શનમાં સમસ્યા સર્જાઈ શકે છે. જણાવી દઈએ કે હાલમાં જ એસબીઆઈએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે જરૂરી જાણકારી શેર કરતાં 1 વીડિયો શેર કર્યો. જેમાં ડેબિટ કાર્ડના ગુમ થઈ જવા પર, ક્યાંક પડી જવા પર અથવા ચોરી થઈ જવાની સ્થિતિમાં તમારે શું કરવું તેની જાણકારી આપવામાં આવી છે.

English summary
few banking rules has been changed from 1st September 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X